શોધખોળ કરો

IND vs ENG: પ્રથમ ટેસ્ટ ડ્રો ગયા બાદ શું ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ ? જાણો કોહલીએ શું આપ્યો સંકેત

કોહલીએ મેચ બાદ કહ્યું કે, અમે ત્રીજા અને ચોથા દિવસે વરસાદની આશા રાખતા હતા પરંતુ તે પાંચમા દિવસે આવ્યો. રમવું અને મેચ જીતવી શાનદાર હોય છે પરંતુ આ શરમજનક છે.

IND vs ENG: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન (Team India Captain) વિરાટ કોહલીએ (Virat Kohli) ઈંગ્લેન્ડ સામે વરસાદના કારણે પ્રભાવિત થયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો ગયા બાદ કહ્યું કે, આ ટીમ આગળ જતાં અમારા માટે આદર્શ ટીમ (Balanced Team) હશે. જેનો મતલબ છે કે પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં (India vs England Test Series) હવે પછીના ચાર ટેસ્ટમાં પણ કોહલી ચાર ફાસ્ટ બોલર અને એક સ્પિનરના કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરી શકે છે.

બાકીની ચાર મેચમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને રવિચંદ્રન અશ્વિન બેમાંથી કોઈ એકને જ મોકો મળી શકે છે. પ્રથમ ટેસ્ટમાં અશ્વિનના સ્થાને જાડેજાને સમાવાયો હતો. પાંચમા અને અંતિમ દિવસે વરસાદના (Rain) કારણે એક પણ બોલ નહોતો ફેંકી શકાયો, જેના કારણે ભારત પાસેથી જીતનો મોકો છીનવાઈ ગયો હતો. જેના કારણે બંને ટીમોએ ચાર-ચાર પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો.

કોહલીએ મેચ બાદ કહ્યું કે, અમે ત્રીજા અને ચોથા દિવસે વરસાદની આશા રાખતા હતા પરંતુ તે પાંચમા દિવસે આવ્યો. રમવું અને મેચ જીતવી શાનદાર હોય છે પરંતુ આ શરમજનક છે. પાંચમા દિવસે અમને ખબર હતી કે અમારી પાસે મોકો છે પરંતુ વરસાદે વિજયથી વંચિત રાખ્યા હતા.

ઇંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ 183 રનમાં સમેટાઈ હતી, ત્યારબાદ ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 278 રન બનાવ્યા હતા અને 95 રનની લીડ મેળવી હતી. આ પછી, ઇંગ્લેન્ડે બીજા દાવમાં 303 રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન જો રૂટની સદી ખાસ હતી. ભારતને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ મળ્યો હતો.ભારતે પ્રથમ ઇનિંગમાં 278 રન બનાવ્યા હતા, જેમાં ઓપનર કેએલ રાહુલ (kl Rahul) (84) અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (56) (R Jadeja) એ મહત્વનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી ઝડપી બોલર ઓલી રોબિન્સને 5 વિકેટ લીધી હતી જ્યારે જેમ્સ એન્ડરસને 4 વિકેટ લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget