IND vs HK: આજે ભારતને હોંગકોંગના આ બાબરથી રહેવુ પડશે સાવધાન, એશિયા કપમાં ફટકારી ચૂક્યો છે સદીઓ....
30 વર્ષીય બાબર હયાતે માર્ચ 2014માં નેપાળ સામેની મેચમાં T-20 ઈન્ટરનેશનલથી ડેબ્યૂ કર્યું હતું. આના બે મહિનામાં જ તેને અફઘાનિસ્તાન સામેની મેચથી વનડે ડેબ્યૂની તક મળી.
India vs Hong Kong, Asia Cup 2022: સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રમાઇ રહેલા એશિયા કપ 2022 (Asia Cup)માં આજે ભારતનો મુકાબલો હોંગકોંગ સાથે થવાનો છે, આ મેચમાં જીત મેળવીને રોહિતની આગેવાની વાળી ટીમ એશિયા કપ સુપર 4માં પોતાની જગ્યા પાક્કી કરવા માંગશે. પરંતુ હોંગકોંગ સામે ઉલટફેર પણ થઇ શકે છે. ટીમ ઇન્ડિયાએ હોંગકોંગને ક્યારેય હલકામાં ના લેવુ જોઇએ કેમ કે હોંગકોંગનો એક સ્ટાર બેટ્સમેન ભારત માટે માથાનો દુઃખાવો બની શકે છે, અને ભારે પડી શકે છે. આ ક્રિકેટરનુ નામ પણ બાબર છે, બાબર હયાત. ભારતે બાબર હયાતથી સાવધાન રહેવુ પડશે.
બાબર હયાતે ફટકારી છે બે સદીઓ
હોંગકોંગની ટીમ ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. ખાસ વાત એ છે કે બાબર હયાત એશિયા કપના T-20 ફોર્મેટમાં સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. બાબરે 2016 એશિયા કપમાં ઓમાન સામેની ક્વોલિફાઈંગ મેચમાં 60 બોલમાં 122 રન બનાવ્યા હતા. એટલું જ નહીં, પાકિસ્તાનમાં જન્મેલા આ 30 વર્ષીય બાબર હયાત એશિયા કપના T-20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. બાબરે અત્યાર સુધી ત્રણ મેચમાં 64.66ની એવરેજથી 194 રન બનાવ્યા છે. ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 6 મેચમાં 188 રન બનાવીને આ મામલે બીજા નંબર પર છે. એશિયા કપ પ્રથમ વખત વર્ષ 2016માં T-20 ફોર્મેટમાં રમાયો હતો.
30 વર્ષીય બાબર હયાતે માર્ચ 2014માં નેપાળ સામેની મેચમાં T-20 ઈન્ટરનેશનલથી ડેબ્યૂ કર્યું હતું. આના બે મહિનામાં જ તેને અફઘાનિસ્તાન સામેની મેચથી વનડે ડેબ્યૂની તક મળી. બાબર હયાત હોંગકોંગ માટે અત્યાર સુધીમાં 32 T-20 અને 22 વન-ડે ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે. T-20 ઇન્ટરનેશનલમાં, બાબરે 29.15ની એવરેજથી 758 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ચાર અડધી સદી સામેલ છે. વન-ડે ઈન્ટરનેશનલમાં બાબરના નામે 39.20ની એવરેજ અને આઠ અર્ધશતકની મદદથી 784 રન છે.
આ પણ વાંચો......
Ganesh Chaturthi 2022: આ ગણેશ ઉત્સવમાં ગણપતિ બાપ્પાને ધરાવો આ 5 પ્રિય ફળ, મનોકામના થશે પૂર્ણ
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
IT કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં કરી મોટા પાયે ભરતી, જાણો TCS, Wipro અને Infosys એ કેટલી નવી નોકરીઓ આપી
India Corona Cases Today: એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં થયો મોટો વધારો, પોઝિટિવિટી રેટ 2.05 ટકા
Microsoft એ દૃષ્ટિહીન સોફ્ટવેર એન્જિનિયરને નોકરીની ઓફર કરી, જાણો કેટલા લાખ રૂપિયાનું પેકેજ આપ્યું
Crime News : અમદાવાદમાં યુવકની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા, કારણ જાણીને ચોંકી જશો?