Crime News : અમદાવાદમાં યુવકની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા, કારણ જાણીને ચોંકી જશો?
શહેરના ઇસનપુરમાં જાહેરમાં આડેધડ છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી છે. યુવક મંદિર પાસે ઉભો હતો. આ જ સમયે એક કિશોર સહિત ત્રણ શખ્સે હુમલો કર્યો હતો.
અમદાવાદઃ શહેરના ઇસનપુરમાં જાહેરમાં આડેધડ છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી છે. યુવક મંદિર પાસે ઉભો હતો. આ જ સમયે એક કિશોર સહિત ત્રણ શખ્સે હુમલો કર્યો હતો. મૃતક શાકની લારીઓ ઉપરથી રૂપિયા ઉઘરાવતો હોવાનો આક્ષેપ લગાવાઈ રહ્યો છે. ગઇ કાલે સાંજે આડેધડ છરીના ઘા મારી યુવકને રહેંસી નાંખ્યો હતો. કિશોરનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે એક કિશોર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ઓઢવના સ્થાનિકો અને પોલીસ ઉપર હુમલો થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ત્રણ લોકોને માર મારવામાં આવતા ગંભીર રીતે ઈજાગ્રાસ્ત થયા છે. હાલમાં ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ભોગ બનનારના જણાવ્યા અનુસાર હુમલો કરનાર બુટલેગર હતા. ત્રણ દિવસ પહેલા સંજીવ નામના વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. હુમલો કરવા આવેલા શખ્સોના વાહનમાંથી દારૂની પેટી ઝડપાઇ છે. સમગ્ર મામલો ઓઢવ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા પર સુરતમાં હુમલો
સુરત: આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા પર હુમલો કરવામાં આવ્યો છે. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આપ નેતા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં મનોજ સોરઠીયા ઘાયલ થયા છે અને તેમને માથું લોહી લુહાણ થયું છે. આમ આદમી ટ્વિટર હેન્ડલ પર દાવો કરવામાં આવ્યો છે કે, આ હુમલો ભાજપના લોકો દ્વારા કરવામાં આવ્યો છે.
આ અંગે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, વિપક્ષના લોકો પર આ રીતે હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં હાર જીત થતી રહે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડી નાખવું એ ગુજરાતની સંસ્કૃતિની વિરુદ્ધ છે અને જનતા તેને પસંદ નથી કરતી. હું ગુજરાતના સીએમને અપીલ કરું છું કે ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે અને દરેકની સુરક્ષા કરે.
વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટને લઈને સુખરામ રાઠવાનું મોટું નિવેદન
છોટાઉદેપુર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ કાઉન્ટડાઉન શરૂ કરી દીધુ છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે. હવે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના 64 ધારાસભ્યોની ટિકિટની વાલી તરીકે જવાબદારી મારી છે. એમની ટિકિટ ના કપાઈ એ જવાબદારી મારી પરંતુ સર્વેમાં એમની કામગીરી નહિ હોય તો મિનિમાઈઝ કરાશે. સુખરામ રાઠવાના નિવેદન બાદ રાજકીય ગરમાવો આવ્યો છે. જો હવે કોને ટિકિટ મળશે અને કોનું પત્તુ કપાશે એતો આવનારા સમયમાં જ ખબર પડશે.