Jasprit Bumrah Fitness: જય શાહે કરી મોટી જાહેરાત, આ દિવસથી ક્રિકેટના મેદાનમાં ફરી વાપસી કરશે જસપ્રીત બુમરાહ
Jasprit Bumrah Comeback: ભારતીય ટીમ પાસે ICC ODI વર્લ્ડ કપ 2023 માટેની તૈયારીઓને અંતિમ રૂપ આપવા માટે વધુ સમય બાકી નથી. આવી સ્થિતિમાં ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહની વાપસી પર સૌની નજર ટકેલી છે.
Jasprit Bumrah Comeback: ભારતીય ટીમ પાસે ICC ODI વર્લ્ડ કપ 2023 માટેની તૈયારીઓને અંતિમ રૂપ આપવા માટે વધુ સમય બાકી નથી. આવી સ્થિતિમાં ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહની વાપસી પર સૌની નજર ટકેલી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરથી ક્રિકેટથી દૂર રહેલા બુમરાહ અંગે BCCI સેક્રેટરી જય શાહે હવે બુમરાહની વાપસીને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ANIને આપેલા નિવેદનમાં જય શાહે કહ્યું કે બુમરાહ હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને તે આયર્લેન્ડ સામેની શ્રેણીમાં રમતો જોવા મળી શકે છે.
ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ ખતમ થયા બાદ આયર્લેન્ડ સામે 3 મેચની T20 શ્રેણી રમવાની છે. આ મેચ આયર્લેન્ડના ડબલિનમાં 18, 20 અને 23 ઓગસ્ટે રમાશે. આ અંગે આગામી સપ્તાહે ટીમની જાહેરાત થઈ શકે છે. આ સિરીઝ દ્વારા બુમરાહ મેદાનમાં પરત ફરે તેવી દરેકને આશા છે. સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે બુમરાહે તેના માટે સર્જરી કરાવવી પડી હતી. હવે તે લાંબા સમયથી એનસીએમાં પોતાનું રિહેબ કરી રહ્યો હતો. જ્યાં હવે તે પોતાની પૂરી ક્ષમતા સાથે બોલિંગ કરી રહ્યો છે. થોડા સમય પહેલા, બુમરાહે પોતે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની ફિટનેસ વિશે એક મોટું અપડેટ આપ્યું હતું, જેમાં તેણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો.
Jasprit Bumrah is totally fit and he might be going for the Ireland series: BCCI Secretary Jay Shah to ANI
— ANI (@ANI) July 27, 2023
(File Pic) pic.twitter.com/HWL5SUGCD9
આ પહેલા બીસીસીઆઈએ ટ્વિટ કરી પાંચ ખેલાડીઓની ફિટનેસ અંગે નિવેદન આપ્યું હતું
Medical Update: Team India (Senior Men)
— BCCI (@BCCI) July 21, 2023
For details click 👇👇https://t.co/fcjgc9OvTH #TeamIndia pic.twitter.com/cxmuylxWxN
ભારતના પાંચ શ્રેષ્ઠ ખેલાડીઓ ઈજાના કારણે ટીમની બહાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓના મેડિકલ અપડેટ આપ્યા છે. બોર્ડે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, બેટ્સમેન કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, પ્રસિદ્ધ કૃષ્ણા અને ઋષભ પંતના ફિટનેસને લઈ અપડેટ્સ આપ્યા છે.ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરીને જણાવ્યું કે આ ખેલાડીઓએ પરત ફરવા માટે કેટલી તૈયારી કરી છે. બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા અંતિમ તબક્કામાં છે. જ્યારે રાહુલ અને અય્યર નેટ્સમાં બેટિંગ કરી રહ્યા છે. ઋષભ પંત રિહેબમાંથી પસાર થઈ રહ્યો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓના મેડિકલ અપડેટ આપ્યા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરને લઈને મોટું અપડેટ આપ્યું છે. આ બંને બેટ્સમેન ફિટનેસ ડ્રિલમાંથી પસાર થઈ રહ્યા છે. રાહુલ-અય્યરે નેટ્સમાં બેટિંગ શરૂ કરી દીધી છે. BCCIની મેડિકલ ટીમ આ બંનેની પ્રોગેસથી ખુશ છે. હવે બંનેની સ્ટ્રેન્થ અને સ્કિલ પર કામ કરવામાં આવશે. બોર્ડે ઋષભ પંત વિશે જણાવ્યું કે તે રિહેબમાંથી પસાર થઈ રહ્યો છે. તેણે નેટ્સમાં બેટિંગ શરૂ કરી દીધી છે. તેમના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આમાં તેની સ્ટ્રેન્થ અને રનિંગ પર કામ કરવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે, બુમરાહે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ સપ્ટેમ્બર 2022માં રમી હતી. આ પછી તે ઈજાના કારણે ટીમમાં પરત ફરી શક્યો નહોતો. બુમરાહ આઈપીએલ 2023માં પણ રમ્યો ન હતો. શ્રેયસ અય્યરે ભારત માટે છેલ્લી મેચ માર્ચ 2023માં રમી હતી. અય્યર પણ ઈજાના કારણે IPL 2023માં રમી શક્યો ન હતો.
BCCIએ જણાવ્યું કે ઋષભ પંત માટે ખાસ તાલીમ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં તેની સ્ટ્રેન્થ અને રનિંગ પર કામ કરવામાં આવી રહ્યું છે. તેનાથી પંતને મેદાનમાં પરત ફરવામાં મદદ મળશે. તેણે નેટ્સમાં બેટિંગ શરૂ કરી દીધી છે.