IND vs NZ 2nd Test: ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, બીજી ટેસ્ટમાં નહી રમે આ ત્રણ દિગ્ગજ ખેલાડીઓ, જાણો શું છે કારણ?
ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે વરસાદના કારણે ટોસ અત્યાર સુધી થઇ શક્યો નથી
IND vs NZ, 2nd Test Match: ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે વરસાદના કારણે ટોસ અત્યાર સુધી થઇ શક્યો નથી. જોકે, મેચ અગાઉ ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે. અજિંક્ય રહાણે, ઝડપી બોલર ઇશાંત શર્મા અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે બીજી ટેસ્ટ મેચમાં રમશે નહીં. વરસાદના કારણે ટોસ થવામાં વિલંબ થઇ રહ્યો છે. બીસીસીઆઇએ ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. સવારે સાડા નવ વાગ્યે મેચનું નીરિક્ષણ કરવામાં આવ્યું હતું. હવે સાડા 10 વાગ્યે ફરીથી નીરિક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો નિર્ણય લેવાશે. બીસીસીઆઇએ ટ્વિટ કરી જાણકારી આપી હતી કે મેચના ટોસ થવામા મોડું થઇ રહ્યું છે. સાડા નવ વાગ્યે પિચનું નીરિક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે હવે ફરીથી સાડા 10 વાગ્યે પિચનું નીરિક્ષણ કરવામાં આવશે.
NEWS - Injury updates – New Zealand’s Tour of India
— BCCI (@BCCI) December 3, 2021
Ishant Sharma, Ajinkya Rahane and Ravindra Jadeja ruled out of the 2nd Test.
More details here - https://t.co/ui9RXK1Vux #INDvNZ pic.twitter.com/qdWDPp0MIz
બીસીસીઆઇએ ટ્વિટ કરી જાણકારી આપી હતી કે રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, અને રહાણે ઇજાના કારણે બીજી ટેસ્ટમાં રમશે નહીં. નોંધનીય છે કે ન્યૂઝિલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી. આ મેચ જીતીને બંન્ને ટીમો સીરિઝ જીતવા માંગશે. આ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો છે. ઇશાંત શર્માને ડાબા હાથની આંગળી પર ઇજા થઇ હતી. રવિન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટ દરમિયાન જમણા હાથે ઇજા પહોંચી હતી. સ્કેન બાદ જાણવા મળ્યું કે તેના ખભામાં સોજો છે. ડોક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી છે. તે સિવાય રહાણેને પ્રથમ ટેસ્ટ મેચના અંતિમ દિવસે ફિલ્ડિંગ દરમિયાન ઇજા પહોંચી હતી. જેના કારણે ત્રણેય ખેલાડીઓને મુંબઇ ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓના સ્થાને યુવા ખેલાડીઓને સ્થાન મળી શકે છે.