'બે દિવસ બાઝ આકાશમાં ના ઉડે તો......' -કોહલીની બેટિંગ પર ફિદા થઇને આ દિગ્ગજે પાકિસ્તાનને પર કર્યો કટાક્ષ
ચેઝ માસ્ટર ગણાતા કોહલીએ ફરી એકવાર તેનો ક્લાસ સાબિત કરી દીધો છે. પાકિસ્તાન સામેની મચેમાં રનોના ઢગલા કરી નાંખ્યા અને એકલા હાથે કટ્ટર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાનને જીતનો કોળીયો મોંમાછી ઝૂંટવી લીધો હતો.
RP Singh Tweet On Virat Kohli: મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં વિરાર કોહલી ભારતની જીતનો હીરો રહ્યો, પૂર્વ ભારતીય કેપ્ટને ભારતીય ટીમને મુશ્કેલીમાથી માત્ર બહાર જ ના કાઢી પરંતુ અંત સુધી ક્રિઝ પર રહ્યો અને જીત સાથે પેવેલિયન ગયો હતો. અંત સુધી મેચ પાકિસ્તાનના હાથમાં હતી પરંતુ કિંગ કોહલીએ ફરી એકવાર પોતાની બેટિંગના દમ પર મેચનુ પાસુ પલટી નાંખ્યુ હતુ. કોહલીએ મેચમાં 53 બૉલમાં 82 રનની ઇનિંગ રમી હતી, આ ઇનિંગ પર પૂર્વ દિગ્ગજ ક્રિકેટર આરપી સિંહ ફિદા થઇ ગયો હતો, અને તેને એક ટ્વીટ કરીને પાકિસ્તાન પર કટાક્ષ કર્યો હતો.
'બે દિવસ બાઝ ના ઉડે તો આકાશ કબુરોનુ નથી થઇ જતુ'
ભારતીય ટીમને હારમાંથી બહાર કાઢીને જીત સુધી પહોંચાડનારા કોહલી પર આખુ ભારત જશ્ન મનાવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે કોહલીને છેલ્લા બે-ત્રણ વર્ષથી ટાર્ગેટ કરવામાં આવી રહ્યો હતો, લોકો તેની બેટિંગ પર સવાલો ઉઠાવી રહ્યાં હતા, હવે આ બધાની વચ્ચે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે આવેલી આ ઇનિંગથી દરેકના મોં બંધ થઇ ગયા છે, અને ફરી એકવાર રન મશીનની પ્રસંશા કરવા લાગ્યા છે.
આ જીત અને કોહલીના પાછા ફોર્મમાં ફરવા પર પૂર્વ ભારતીય ક્રિકેટર રૂદ્ર પ્રતાપ સિંહે ટ્વીટ કરીને લખ્યુ છે - 'બે દિવસ બાઝ ના ઉડે તો આકાશ કબુરોનુ નથી થઇ જતુ'.... આરપી સિંહનુ આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું હતુ.
दो दिन बाज के ना उड़ने से आसमान कबूतरों का नहीं होता है! #ViratKohli #indvspak
— R P Singh रुद्र प्रताप सिंह (@rpsingh) October 23, 2022
કોહલીની મેચ વિનિંગ ઇનિંગ -
ચેઝ માસ્ટર ગણાતા કોહલીએ ફરી એકવાર તેનો ક્લાસ સાબિત કરી દીધો છે. પાકિસ્તાન સામેની મચેમાં રનોના ઢગલા કરી નાંખ્યા અને એકલા હાથે કટ્ટર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાનને જીતનો કોળીયો મોંમાછી ઝૂંટવી લીધો હતો. વિરાટ કોહલીએ મેચમાં 82 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
કેપ્ટન રોહિતે કિંગ કોહલીને ખભે ઉંચકી લીધો
અંતિમ ઓવરના અંતિમ બોલ સુધી ચાલેલી રોમાંચક મેચમાં વિરાટ કોહલી 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. વિરાટની આ ઈનિંગમાં 4 સિક્સર અને 6 ફોરનો સમાવેશ થાય છે. વિરાટ કોહલીની આ તોફાની બેટિંગ બાદ ભારતને મળેલી જીતથી કેપ્ટન રોહિત શર્મા ખુબ જ ખુશ થઈ ગયો હતો. એક સમયે મેચ ભારતના હાથમાંથી સરકી રહી હતી ત્યારે વિરાટ કોહલીએ પોતાની મહત્વપૂર્વ બેટિંગ રણનીતિ સાથે ભારતનું મેચમાં કમબેક કરાવ્યું હતું. ત્યારે આ મેચના હીરો વિરાટને રોહિત શર્માએ ખભા પર ઉંચકી લીધો હતો. વિરાટ અને રોહિતની દોસ્તીને દર્શાવતી આ ક્ષણનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ક્ષણનો ફોટો અનુષ્કા શર્માએ પણ પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે.
નબળી શરૂઆત બાદ જીત્યું ભારત
160 રનના ટાર્ગેટ સામે ભારત શરૂઆત નબળી રહી હતી. કેએલ. રાહુલ અને રોહિત શર્મા 4-4 રન બનાવીને આઉટ થયા હતા અને 10 રનમાં ભારતે બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી હતી જો કે, સૂર્યકુમાર 15 રન બનાવીને આઉટ થઈ હતો. ભારતનો સ્કોર 10 ઓવર બાદ 45 રન પર જ હતો ત્યારે વિરાટ કોહલી 12 રન અને હાર્દિક પંડ્યા 7 રન સાથે રમતમાં હતા. ત્યાર બાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરતાં ભારતે અંતિમ ઓવરમાં 160 રન બનાવી લીધા હતા. આ દરમિયાન અક્ષર પટેલ 2 રન, દિનેશ કાર્તિક 1 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે આર. અશ્વિન 1 રન બનાવી અણનમ રહ્યો હતો.