શોધખોળ કરો

IND vs SA 2nd ODI: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી વન-ડે મેચ, આ સ્ટાર ખેલાડી કરી શકે છે ડેબ્યૂ

ભારતીય ટીમના બોલરોએ પ્રથમ મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં સીરિઝમાં વાપસી કરવા માટે તેના બોલરોએ સારુ પ્રદર્શન કરવું પડશે.

ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝની બીજી મેચ આજે રાંચીમાં રમાવાની છે. શિખર ધવનની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને પ્રથમ મેચમાં 9 રને હારનો સામનો કરવો પડ્યો હતો, તેથી આ મેચ તેમના માટે 'કરો યા મરો' બની ગઈ છે. ભારતીય ટીમના બોલરોએ પ્રથમ મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં સીરિઝમાં વાપસી કરવા માટે તેના બોલરોએ સારુ પ્રદર્શન કરવું પડશે.

શાહબાઝ અહેમદ ડેબ્યૂ કરી શકે છે

ભારતને પહેલેથી જ આંચકો લાગ્યો છે કારણ કે દીપક ચહર પીઠની સમસ્યાને કારણે સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. BCCIએ દીપક ચહરની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કર્યો છે. મોહમ્મદ સિરાજ અને આવેશ ખાન અત્યાર સુધી સારો દેખાવ કરી શક્યા નથી.  રવિ બિશ્નોઈ પણ પ્રથમ મેચમાં ઘણો મોંઘો સાબિત થયો હતો, તેથી સ્પિન ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.  શ્રેયસ ઐય્યર માટે બીજી વનડેમાં કેટલાક રન બનાવવા મહત્વપૂર્ણ રહેશે તેમજ શ્રેયસ અય્યરને સ્ટેન્ડબાય તરીકે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે.

સેમસન ફરીથી મોટી ઇનિંગ્સ રમવા માંગશે

શ્રેયસ અય્યર વર્તમાન સીરિઝમાં ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન પણ છે. ઝડપી બોલરો સામે ધીમી સ્ટ્રાઈક રેટ માટે જાણીતા અય્યરે પ્રથમ વનડેમાં આ ખામી પર કામ કર્યું હતું. પરંતુ પ્રથમ વનડેમાં ભારત માટે સૌથી વધુ સકારાત્મક પ્રદર્શન સંજુ સેમસનનું હતું, જેણે ડેબ્યૂના સાત વર્ષ પછી પણ તે ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો નથી. સેમસને અણનમ 86 રન બનાવીને ભારતને લક્ષ્યની ખૂબ નજીક પહોંચાડ્યું હતું.

શિખર ધવન પાસેથી કેપ્ટનશિપની ઇનિંગ્સની અપેક્ષા હતી

શિખર ધવન વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકામાં કેપ્ટન તરીકે પોતાની નેતૃત્વ ક્ષમતા બતાવી ચૂક્યો છે. ધવનનું લક્ષ્ય બીજી વનડેમાં શાનદાર ઇનિંગ્સ રમીને ટીમને મજબૂત શરૂઆત આપવાનું રહેશે. જ્યારે પ્રતિભાશાળી શુભમન ગિલ પણ ઓપનર તરીકે પોતાનું પ્રદર્શન સુધારવા માંગશે. ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકા આગામી વર્ષના ODI વર્લ્ડ કપ માટે સીધી ક્વોલિફાય થવાની તેમની આશા જીવંત રાખવા માટે કોઈપણ કિંમતે બીજી મેચ જીતવા માંગશે.

ભારતનો વર્તમાન પ્રવાસ બાવુમા માટે ખૂબ જ ખરાબ રહ્યો છે અને તે ચાર ઇનિંગ્સમાં માત્ર 11 રન જ બનાવી શક્યો છે. T20 વર્લ્ડ કપને જોતા કેપ્ટન ટૂંક સમયમાં તેના ફોર્મમાં પરત ફરવા માંગે છે. તેનાથી વિપરીત ડાબોડી બેટ્સમેન ડેવિડ મિલર માટે ભારતનો પ્રવાસ શાનદાર રહ્યો છે. મિલરે અગાઉની મેચમાં ગુવાહાટીમાં અણનમ સદી ફટકારીને મેચ વિનિંગ 75 રન બનાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Embed widget