IND vs SL 1st T20: પ્લેઈંગ ઈલેવનમાંથી સંજુ સેમસનનું કપાઈ શકે છે પત્તુ? સૂર્યકુમાર આ ખેલાડીને આપી શકે છે મોકો
India vs Sri Lanka: ટીમ ઈન્ડિયા T20 સિરીઝની પ્રથમ મેચની પ્લેઈંગ ઈલેવનમાં રિષભ પંતને તક આપી શકે છે. જોકે, સેમસન પણ પ્લેઈંગ ઈલેવનનો દાવેદાર છે.
India vs Sri Lanka: ભારતીય ટીમ શનિવારે શ્રીલંકા સામે T20 સિરીઝની પ્રથમ મેચ રમશે. તે પલ્લેકલ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે આ પ્રથમ શ્રેણી છે. ગંભીરની સાથે નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવની પણ કસોટી થશે. ટીમ ઈન્ડિયા પ્રથમ મેચની પ્લેઈંગ ઈલેવનમાં કોનો સમાવેશ કરે છે તે જોવું રસપ્રદ રહેશે. ભારતીય ટીમ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને તક આપી શકે છે. પરંતુ સંજુ સેમસન પણ દાવેદાર છે.
𝗦𝘂𝗿𝘆𝗮𝗸𝘂𝗺𝗮𝗿 𝗬𝗮𝗱𝗮𝘃 𝘁𝗮𝗸𝗲𝘀 𝗴𝘂𝗮𝗿𝗱 𝗮𝘀 #𝗧𝗲𝗮𝗺𝗜𝗻𝗱𝗶𝗮'𝘀 𝗧𝟮𝟬𝗜 𝗰𝗮𝗽𝘁𝗮𝗶𝗻! 🧢#SLvIND | @surya_14kumar pic.twitter.com/KmWz84jZnP
— BCCI (@BCCI) July 26, 2024
ટીમ ઈન્ડિયા શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલને ઓપનિંગ માટે તક આપી શકે છે. આ બંને સેટ બેટ્સમેન છે. ગિલ ઉપ-કેપ્ટન પણ છે. તેથી, તેમના પર વધુ જવાબદારી રહેશે. ટીમ ઈન્ડિયા માટે ઋષભ પંત નંબર 3 પર બેટિંગ કરવા આવી શકે છે. તે વિકેટકીપર બેટ્સમેન છે. તેની સાથે સંજુ સેમસન પણ આ જગ્યા માટે દાવેદાર છે. સંજુને હજુ વધારે તકો મળી નથી. સંજુને ગંભીરની ઈરામાં તક મળી શકે છે. પરંતુ ભૂતકાળના રેકોર્ડ પર નજર કરીએ તો પંત દાવેદાર છે.
ટીમ ઈન્ડિયાનું બોલિંગ આક્રમણ મજબૂત છે. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. સિરાજ અને અર્શદીપે ઘણા પ્રસંગોએ જોરદાર પર્ફોર્મન્સ આપ્યું છે. ટીમ ઈન્ડિયા સ્પિનરો રવિ બિશ્નોઈ અને વોશિંગ્ટન સુંદરને પણ તક આપી શકે છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું સ્થાન લગભગ નિશ્ચિત છે.
તમને જણાવી દઈએ કે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સીરીઝની પ્રથમ મેચ 27 જુલાઈએ રમાશે. આ પછી બીજી મેચ 28 જુલાઈએ રમાશે. ત્રીજી મેચ 30 જુલાઈએ રમાશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી ત્રણ મેચની T20 સિરીઝ રમાશે. આ પછી ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. સૂર્યકુમાર યાદવને ભારતની T20 કેપ્ટનશીપ મળી છે. સૂર્યા પાસે કેપ્ટનશિપનો ઓછો અનુભવ છે. પરંતુ તેઓ અત્યાર સુધી સફળ રહ્યા છે. સૂર્યાની ટીમમાં ઘણા નવા ચહેરાઓ પણ જોડાયા છે. ભારતે રિંકુ સિંહ અને શિવમ દુબેને તક આપી છે. આ બંને પ્રતિભાશાળી ખેલાડીઓ છે અને શ્રીલંકા સામે કમાલ કરી શકે છે.રિંકુ સિંહ અને શિવમ દુબે બંને દિગ્ગજ ખેલાડીઓ છે. એવું માનવામાં આવતું હતું કે રોહિત શર્મા પછી હાર્દિક પંડયા ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરશે પરંતુ એ અનુમાન ખોટું સાબિત થયું અને સુર્યકુમાર યાદવને કેપ્ટનની જવાબદારી મળી છે.
શ્રીલંકા સામેની T20 શ્રેણીની પ્રથમ મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઋષભ પંત/સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંઘ, ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજ