શોધખોળ કરો

IND vs SL: ત્રીજી ટી20માં સુપર ઓવરમાં ભારતે મારી બાજી, શ્રીલંકાનો વ્હાઈટ વોશ

IND vs SL: ત્રીજી ટી20 એક તબક્કે શ્રીલંકા સરળતાથી જીતી જાય તેમ લાગતું હતું પરંતુ ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કરતાં મેચ ટાઈ થતાં સુપર ઓવરથઈ હતી. જેમાં ભારતે બાજી મારી હતી.

IND vs SL, Super Over: ભારતે ત્રીજી ટી20 સુપર ઓવરમાં જીતી હતી. આ સાથે ટી20 શ્રેણીમાં શ્રીલંકાનો વ્હાઈટ વોશ થયો હતો. શ્રીલંકાએ સુપર ઓવરમાં 2 વિકેટ ગુમાવી 2 રન કર્યા હતા. ભારતે પ્રથમ બોલે જ બાઉન્ડ્રી ફટકારી મેચ જીતી હતી.

શ્રીલંકાએ સુપર ઓવરમાં ભારતને ત્રણ રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાને પ્રથમ બોલ પર એક રન વાઈડ મળ્યો હતો. આ પછી કુસલ મેન્ડિસે એક રન બનાવ્યો હતો. સુંદરે બીજા બોલ પર પરેરાને આઉટ કર્યો. સ્કોર 2/1 હતો. સુંદરે ત્રીજા બોલ પર નિસાન્કાને આઉટ કર્યો. આ રીતે શ્રીલંકાએ માત્ર બે રન બનાવ્યા હતા. સૂર્યકુમારે પ્રથમ બોલે જ ફોર મારતા ભારત વિજેતા થયું હતું.

શ્રીલંકાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 137 રન કર્યા હતા. જેના કારણે મેચ ટાઈ થઈ હતી. એક તબક્કે શ્રીલંકાનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 110 રન હતો ત્યાંથી શ્રીલંકા જીતી જાય તેમ લાગતું હતું પરંતુ ભારતીય બોલર્સે શાનદાર કમબેક કર્યું હતું. 19મી અને 20મી ઓવરમાં શ્રીલંકાએ 2-2 વિકેટ ગુુમાવી હતી.

ત્રીજી T20 મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વિકેટ યશસ્વી જયસ્વાલના રૂપમાં ગુમાવી હતી, જેણે માત્ર 10 રન બનાવ્યા હતા. પરંતુ સૌથી વધુ નિરાશ સંજુ સેમસનને થયો હતો જે આ શ્રેણીમાં સતત બીજી વખત શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. રિંકુ સિંહના બેટિંગ ક્રમમાં ફેરફાર થયો હતો, પરંતુ તે પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને માત્ર 1 રન જ બનાવી શક્યો હતો. ભારતીય ટીમની હાલત ખરાબ થઈ રહી હતી, આવી સ્થિતિમાં બધાની નજર કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર ટકેલી હતી. સૂર્યાએ ચોગ્ગો ફટકાર્યો, પરંતુ 9 બોલમાં માત્ર 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.

ગિલ-પરાગે કમાન સંભાળી

શુભમન ગિલે આ સિરીઝમાં 2 મેચ રમી છે અને બંને મેચમાં મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી છે. ટીમ ઈન્ડિયા એક છેડેથી વિકેટો ગુમાવી રહી હતી, પરંતુ ગિલ બીજા છેડેથી અડગ રહ્યો. રિયાન પરાગ સાથે તેની 54 રનની ભાગીદારી એવા સમયે થઈ જ્યારે એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા 100 રનના આંકડાને પણ સ્પર્શી શકશે નહીં. એક તરફ ગિલે 37 બોલમાં 39 રન બનાવ્યા તો બીજી તરફ રિયાન પરાગે 18 બોલમાં 26 રનની ઈનિંગમાં 1 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલSurat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget