Ind vs SL 3rd T20I: શ્રીલંકાએ ભારતને 7 વિકેટે આપી હાર, સિરીઝ 2-1થી જીતી
India vs Sri Lanka 3rd T20: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી20 સીરીઝની અંતિમ મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી શ્રીલંકાને જીત માટે 82 રનનો ટાર્ગેટ આપ્યો છે.
LIVE
Background
ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝનો નિર્ણાયક અને અંતિમ મુકાબલો આજે કોલંબોના કે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયો હતો. જેમાં શ્રીલંકાએ ભારતને 7 વિકેટથી હાર આપી છે. શ્રીલંકાએ ત્રણ મેચની ટી20 સીરીઝ 2-1થી જીતી લીધી છે.
શ્રીલંકાએ સીરીઝ 2-1થી જીતી
શ્રીલંકાની ટીમે 14.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. ત્રણ મેચોની ટી20 સીરીઝ શ્રીલંકાએ 2-1થી જીતી લીધી છે.
શ્રીલંકાએ ભારતને 7 વિકેટથી હાર આપી
શ્રીલંકાએ ભારતને 7 વિકેટથી હાર આપી
ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચમાં શ્રીલંકાએ ભારતને 7 વિકેટથી હાર આપી સીરીઝ 2-1થી જીતી લીધી છે. શ્રીલંકા તરફથી ધનંજય ડી સિલ્વાએ સૌથી વધુ 24 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી જન્મદિવસ પર હસારંગાએ શાનદાર પ્રદર્શન કરતા સૌથી વધારે 4 વિકેટ ઝડપી છે.
શ્રીલંકાનો સ્કોર 13/3 66 રન
રાહુલ ચહરે ચાર ઓવરમાં માત્ર 15 રન આપી 3 વિકેટ ઝડપી છે. શ્રીલંકાની ટીમ 13 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 66 રન બનાવી લીધા છે.
રાહુલ ચહરે ત્રણ વિકેટ ઝડપી
શ્રીલંકાની ત્રીજી વિકેટ પડી છે. ભારતને વધુ એક સફળતા મળી છે. રાહુલ ચહરે ત્રણ વિકેટ ઝડપી છે.