IND vs SL Asia Cup 2023 Final: આઠમી વાર એશિયાનું ચેમ્પિયન બન્યુ ભારત, ફાઇનલમાં શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યુ
India vs Sri Lanka Final Asia Cup 2023 LIVE: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ ટક્કર થઇ રહી છે, આજે એશિયા કપમાં ભારતીય ટીમ આઠમી વાર ચેમ્પિયન બનવા માટે મેદાનમાં છે.
LIVE
Background
India vs Sri Lanka Final Asia Cup 2023 LIVE: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ ટક્કર થઇ રહી છે, આજે એશિયા કપમાં ભારતીય ટીમ આઠમી વાર ચેમ્પિયન બનવા માટે મેદાનમાં છે. આ 19 દિવસીય ટૂર્નામેન્ટની આજે 13મી અને છેલ્લી મેચ રમાઇ રહી છે. ફાઇનલમાં ભારત અને શ્રીલંકાની ટીમો આમને-સામને છે. ટાઈટલ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર છે. ભારતે સાત વાર અને શ્રીલંકાએ છ વાર આ ખિતાબ જીત્યો છે. છેલ્લે ભારતીય ટીમ એશિયા કપ 2018માં જીત્યો હતો અને હવે ટીમની પાંચ વર્ષ બાદ આઠમી વાર આ ટાઈટલ જીતવા પર નજર છે.
ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું
એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 50 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું. જેના જવાબમાં માત્ર 6.1 ઓવરમાં વિના વિકેટે આ લક્ષ્યને હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાની જીતનો હીરો મોહમ્મદ સિરાજ રહ્યો હતો. તેણે 7 વિકેટ ઝડપી હતી. જ્યારે શુભમન ગિલ અને ઈશાન કિશને બેટિંગની ભૂમિકા ભજવી હતી. ગીલે અણનમ 27 અને ઈશાને અણનમ 23 રન બનાવ્યા હતા.
ભારતની ઝડપી શરૂઆત
ભારતે ત્રણ ઓવર પછી એકપણ વિકેટ ગુમાવ્યા વિના 32 રન બનાવી લીધા છે. હાલમાં શુભમન ગિલ આઠ બોલમાં 18 રન અને ઈશાન કિશન 10 બોલમાં 13 રન સાથે બેટિંગ કરી રહ્યો છે. ભારતીય ટીમ આઠમી વખત એશિયન ચેમ્પિયન બનવાની નજીક છે.
ઈશાન-શુબમન ઓપનિંગ માટે આવ્યા
ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા ઓપનિંગ માટે આવ્યો નથી. ઈશાન કિશન અને શુભમન ગિલ ઓપનિંગ માટે આવ્યા છે. બંનેએ પ્રથમ ઓવરમાં સાત રન ઉમેર્યા હતા.
ભારતને જીતવા 51 રનનો ટાર્ગેટ
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 50 રનના સ્કૉર પર ઓલઆઉટ કરી દીધું છે. આ સાથે જ ભારતને ફાઇનલમાં જીતવા અને એશિયા કપ ચેમ્પિયન બનવા માટે 51 રનનો ટાર્ગેટ મળ્યો છે. મોહમ્મદ સિરાજે ભારત માટે ખતરનાક બૉલિંગ કરી હતી. તેને 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ લીધી હતી. સિરાજે મેડન ઓવર પણ ફેંકી હતી. હાર્દિક પંડ્યાએ 2.2 ઓવરમાં 3 રન આપીને 3 વિકેટ લીધી હતી.
50 રન પર આખી શ્રીલંકન ટીમ ઓલઆઉટ
શ્રીલંકાની આખી ટીમ 50 રનમાં સમેટાઈ ગઈ. ભારત સામેની વનડેમાં આ શ્રીલંકાનો સૌથી ઓછો સ્કૉર છે.