Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
નોંધનીય છે કે ગૂગલ દ્ધારા દરેક યુઝરને માત્ર 15 જીબી સ્ટોરેજ ફ્રીમાં આપવામાં આવે છે
Gmailનું સ્ટોરેજ ફૂલ થવું એક સામાન્ય સમસ્યા છે. નોંધનીય છે કે ગૂગલ દ્ધારા દરેક યુઝરને માત્ર 15 જીબી સ્ટોરેજ ફ્રીમાં આપવામાં આવે છે. આ સ્ટોરેજ ઇમેઇલ અટેચમેન્ટ, મોટી ફાઇલો અને નકામા ઇમેઇલ્સના કારણે જલદી ફૂલ થઇ જાય છે. જ્યારે સ્ટોરેજ ભરાઈ જાય છે ત્યારે નવા ઈમેઇલ મોકલવા અને પ્રાપ્ત કરવા મુશ્કેલ બની જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે તમારા જીમેઇલને મિનિટોમાં સરળતાથી ખાલી કરી શકો છો. આ સાથે તમને ફરીથી સ્ટોરેજની સમસ્યાનો સામનો કરવો નહીં પડે.
બિનજરૂરી ઇમેઇલ્સ ડિલિટ કરો
નોંધનીય છે કે તમારા જીમેઇલમાં ઘણીવાર એવા ઈમેઇલ હોય છે જે ઉપયોગી હોતા નથી. આ બિનજરૂરી ઈમેઇલ ડિલીટ કરીને સ્ટોરેજ ખાલી કરી શકાય છે.
ટ્રેશ અને સ્પામ ફોલ્ડર્સ સાફ કરો
સ્પામ અને ટ્રેશ ફોલ્ડર્સમાં એવા ઇમેઇલ્સ હોય છે જેને તમે ડિલિટ કર્યા હોય છે અથવા જે સ્પામ હોય છે. તેને સમય સમય પર ખાલી કરવા જરૂરી છે જેથી સ્ટોરેજ ખાલી થઇ શકે.
લેબલ્સ અને ફોલ્ડર્સ વ્યવસ્થિત કરો
Gmail ને વધુ સારી રીતે ચલાવવા માટે તમારા ઇમેઇલને લેબલ અને ફોલ્ડર્સમાં વ્યવસ્થિત ગોઠવો. આનાથી સ્ટોરેજ બચશે અને એપની સ્પીડ પણ વધશે.
ન જોઇતા હોય તેવા ઇમેઇલ્સને અનસબ્સ્ક્રાઇબ કરો
તમારા માટે ઉપયોગી ન હોય તેવા ઇમેઇલ્સને અનસબ્સ્ક્રાઇબ કરો. આ તમારા ઇનબોક્સને ક્લિન રાખશે એટલું જ નહીં પણ બિનજરૂરી ઈમેઇલને આવતા અટકાવશે.
વાંચેલા ન હોય તેવા ઇમેઇલ ડિલીટ કરો
જીમેઇલમાં ઘણા એવા ઈમેઇલ છે જે તમે ક્યારેય વાંચ્યા નથી. આને ડિલિટ કરવા એ વધુ સારો વિકલ્પ છે
-Gmail ઓપન કરો.
-સર્ચ બારમાં "unread" લખો.
બધા ન વાંચેલા ઈમેલ પસંદ કરો અને તેને કાઢી નાખો.
-તમામ અનરીડ ઇમેઇલ સિલેક્ટ કરો અને ડિલીટ કરી દો
તમે ઉપયોગ કરતા નથી તેવા કોઈપણ Gmail એક્સ્ટેંશનને ડિસેબલ કરો. તેનાથી એકાઉન્ટની સ્પીડમાં સુધારો થશે. આ ટિપ્સ અપનાવીને તમે Gmail સ્ટોરેજ ખાલી કરી શકો છો અને તમારી એપને ઝડપી અને બહેતર બનાવી શકો છો.
Useful Features: Gmailનું આ શાનદાર ફિચર્ચ યુઝર્સનો બચાવશે સમય, લખવામાં પણ કરશે મદદ જાણો કઇ રીતે