Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
મેટાના ફોટો અને વિડિયો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
મેટાના ફોટો અને વિડિયો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર Instagramમાં લોગિન કરવામાં આવી રહેલી સમસ્યાઓની ફરિયાદ કરી હતી. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના ઘણા દેશોમાં ઈન્સ્ટાગ્રામની સર્વિસ પ્રભાવિત થઈ છે. જો કે, ઘણા યુઝર્સ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. યુઝર્સે એપમાં લોગ ઈન કરવામાં તેમજ ફોટા અને વીડિયો અપલોડ કરવામાં સમસ્યાની ફરિયાદ કરી હતી.
એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં મુશ્કેલી
ઘણા Instagram યુઝર્સે જાણકારી આપી હતી કે તેઓને લગભગ 10:37 વાગ્યે એપ્લિકેશનમાં લોગ ઇન કરવામાં મુશ્કેલી આવી હતી. લગભગ 1,500 લોકોએ આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ Downdetector પર Instagram માં આ સમસ્યાની જાણ કરી છે. આમાંથી 70 ટકા યુઝર્સ એપનો ઉપયોગ કરવામાં આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જો કે, વેબ યુઝર્સે હજુ સુધી Instagram માં સમસ્યાની જાણ કરી નથી. ડાઉનડિટેક્ટર પર લગભગ 16 ટકા યુઝર્સે સર્વર સમસ્યાઓની જાણ કરી છે, જ્યારે 14 ટકા યુઝર્સે તેમના એકાઉન્ટમાં લોગ ઇન કરવામાં મુશ્કેલી આવી રહી છે.
Welp-I'm gonna take this as a sign to go to bed now and get off my phone for the night -I really hope this gets fixed soon 🙏🏼😭
— Theresa ⭐️ (@Sadiewrestling) November 19, 2024
(Please let me know if and when it's fixed plz!!!🤍) #Instagram #instagramdown pic.twitter.com/ITLp0EQ529
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર ઘણા યુઝર્સે ઇન્સ્ટાગ્રામમાં આવી રહેલી સમસ્યા પર મીમ્સ શેર કર્યા છે. જો કે, એપ્લિકેશનમાં ઘણા યુઝર્સને કોઇ સમસ્યા આવી રહી નથી. એપની ફીડ રિફ્રેશ થઇ રહી છે. પરંતુ કેટલાક કલાક અગાઉની પોસ્ટ્સ જોવા મળી રહી છે. હાલમાં મેટા દ્વારા Instagram ના સર્વરમાં આ સમસ્યા અંગે કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
#instagramdown
— Max Powers (@MaxPowers44) November 19, 2024
When you realize that other people have the same problem with Instagram as you pic.twitter.com/Kn8kzcQuW2
#instagramdown
— Max Powers (@MaxPowers44) November 19, 2024
When Instagram is down and you just bought a new phone pic.twitter.com/N2WggsLlvX
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક