Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
ભારત સરકારે આવા લોકો માટે 2018માં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરી હતી
Ayushman Yojana Hospitals Rules: ભારતના તમામ લોકો પાસે મોંઘી સારવાર કરાવવા માટે પૈસા નથી. તો કેટલાક લોકો પાસે સામાન્ય સારવાર કરાવવા માટેના પણ પૈસા નથી. આવા ગરીબ લોકોને ભારત સરકાર ચોક્કસપણે સહાય પૂરી પાડે છે. ભારત સરકારે આવા લોકો માટે 2018માં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.
પરંતુ તાજેતરમાં જ્યારે આયુષ્માન કાર્ડ ધારક મહિલા સારવાર માટે બરેલીની હોસ્પિટલમાં ગઈ હતી. જેથી હોસ્પિટલના તબીબે તેની સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો. અને તેને હોસ્પિટલની બહાર કરી દેવામાં આવી હતી. સારવારના અભાવે આ મહિલાનું મોત થયું હતું. જો કોઈ હોસ્પિટલ આયુષ્માન યોજના હેઠળ સારવાર લઈ રહેલા આયુષ્માન કાર્ડ ધારકને સારવાર આપવાનો ઇનકાર કરે છે. તો એવામાં કેટલી સજા મળી શકે છે.
હોસ્પિટલનું લાયસન્સ રદ થઈ શકે છે
ઉત્તર પ્રદેશના બરેલીમાં આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર કરાવવા આવેલી એક મહિલા દર્દીને હોસ્પિટલના ડોક્ટરે સારવાર આપવાનો ઇનકાર કરી દીધો અને તેમને હોસ્પિટલમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. જે બાદ મહિલાનું મોત થયું હતું. હવે, આ બાબતને ધ્યાનમાં લેતા ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે તે હોસ્પિટલને આયુષ્માન યોજના પેનલમાંથી હટાવી દીધી છે. તેની માન્યતા રદ કરવામાં આવી છે.
હોસ્પિટલના ડોક્ટર પર પણ દર્દી સાથે ગેરવર્તનનો ગુનો નોંધાયો છે. તો તેની સાથે હવે પરિવારના સભ્યો પણ ડોક્ટર વિરુદ્ધ FIR દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે. જો આવા વધુ કેસ જોવા મળે તો હોસ્પિટલનું લાયસન્સ રદ થઈ શકે છે.
ભારે દંડ પણ થઈ શકે છે
એટલું જ નહીં, જો કોઈ હોસ્પિટલ આ પ્રકારનું કામ કરે છે તો સરકાર તેના પર દંડ લાદી શકે છે અને હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે. કોઈપણ આયુષ્માન કાર્ડ ધારક ભારત સરકારની આયુષ્માન યોજના હેઠળ સૂચિબદ્ધ તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકે છે. અને તમામ હોસ્પિટલો આમ કરવા માટે બંધાયેલા છે. આયુષ્માન કાર્ડ ધારકને સારવાર આપવાનો ઇનકાર કરવો એ નિયમોનું ઉલ્લંઘન છે. સરકાર શિસ્તભંગના પગલાં લઈને આવી હોસ્પિટલોને પણ સીઝ કરી શકે છે.