વેસ્ટ ઈન્ડિઝ 248 રનમાં ઓલઆઉટ, ભારતે આપ્યું ફોલોઓન, કુલદીપની 5 વિકેટ; ટીમ ઈન્ડિયાને મળી 270 રનની લીડ
IND vs WI 2nd Test: ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ચાલી રહી છે. આજે (12 ઓક્ટોબર) મેચનો ત્રીજો દિવસ છે.

IND vs WI 2nd Test: ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ચાલી રહી છે. આજે (12 ઓક્ટોબર) મેચનો ત્રીજો દિવસ છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલા દાવમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપ યાદવે પાંચ વિકેટ લીધી હતી. ભારતે પહેલી ઈનિંગના આધારે 270 રનની લીડ મેળવી હતી. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ફોલોઓન લાગુ કર્યું છે. વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર બીજી દાવમાં 10 રનને પાર કરી ગયો છે અને તેણે કોઈ વિકેટ ગુમાવી નથી. તેજનારાયણ ચંદ્રપોલ અને જોન કેમ્પબેલ ક્રીઝ પર છે.
𝙄𝙣𝙣𝙞𝙣𝙜𝙨 𝘽𝙧𝙚𝙖𝙠!
— BCCI (@BCCI) October 12, 2025
5⃣ wickets for Kuldeep Yadav
3⃣ wickets for Ravindra Jadeja
1⃣ wicket each for Mohd. Siraj and Jasprit Bumrah #TeamIndia lead by 270 runs and have enforced the follow-on 👍
Scorecard ▶ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/qEIjD4t2OT
વેસ્ટ ઈન્ડિઝ તરફથી એલિક એથાનાસે સૌથી વધુ 41 રન બનાવ્યા. વેસ્ટ ઈન્ડિઝના કોઈ પણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહીં. એન્ડરસન ફિલિપ (24) અને જેડેન સીલ્સ (13) એ અંતિમ ઓવરોમાં મહત્વપૂર્ણ રન બનાવ્યા, પરંતુ ફોલોઓન અટકાવી શક્યા નહીં.
Kuldeep wields his magic with 5/82 🪄
— BCCI (@BCCI) October 12, 2025
WATCH his superb spell 🔽#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @imkuldeep18
ભારત તરફથી કુલદીપ યાદવે પાંચ વિકેટ લીધી
ભારત તરફથી કુલદીપ યાદવે પાંચ વિકેટ લીધી, બીજા દિવસે એક અને ત્રીજા દિવસે ચાર. રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ લીધી, બધી બીજા દિવસે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે એક-એક વિકેટ લીધી.
આ મેચમાં, ભારતીય ટીમે તેનો પ્રથમ દાવ 518/5 પર જાહેર કર્યો હતો. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને અમદાવાદમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને એક ઇનિંગ્સ અને 140 રનથી હરાવ્યું. આમ, શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છે.
ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન
શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
વેસ્ટ ઇન્ડીઝ પ્લેઈંગ ઈલેવન
રોસ્ટન ચેઝ (કેપ્ટન), જોન કેમ્પબેલ, તેજનારાયણ ચંદ્રપોલ, એલિક એથેનાઝ, શાઈ હોપ, રોસ્ટન ચેઝ (કેપ્ટન), ટેવિન ઇમલાચ (વિકેટકીપર), જસ્ટિન ગ્રીવ્સ, જોમેલ વોરિકન, ખૈરી પિયી, એન્ડરસન ફિલિપ અને જેડેન સીલ્સ.




















