Ind Vs WI 3rd ODI: ત્રીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાએ કર્યા ચાર ફેરફાર, આ ચાર ખેલાડીઓની થઇ ટીમમાં વાપસી
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીત્યો છે અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Ind Vs WI 3rd ODI, Playing 11: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીત્યો છે અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે ત્રણ મેચની વન-ડેમાં 2-0ની લીડ લઇ લીધી છે. ત્રીજી મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો છે અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
🚨 Team News 🚨
— BCCI (@BCCI) February 11, 2022
4⃣ changes for #TeamIndia as Shikhar Dhawan, Shreyas Iyer, Deepak Chahar & Kuldeep Yadav replace KL Rahul, Deepak Hooda, Shardul Thakur & Yuzvendra Chahal in the team. #INDvWI @Paytm
Follow the match ▶️ https://t.co/9pGAfWtQZV
Here's our Playing XI 🔽 pic.twitter.com/BrCxdkHRRg
ટીમ ઇન્ડિયાએ ચાર ફેરફાર કર્યા છે. કેએલ રાહુલ, દીપક હુડ્ડા, શાર્દુલ ઠાકુર અને યુઝર્વેન્દ્ર ચહલને ટીમની બહાર કરવામાં આવ્યા છે.જ્યારે શિખર, ધવન, શ્રેયસ ઐય્યર, દીપક ચહર અને કુલદીપ યાદવની ટીમમાં વાપસી થઇ છે.
શિખર ધવન અને શ્રેયસ ઐય્યરે પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરી છે. કારણ કે બંન્ને ખેલાડી કોરોનાને હરાવી પાછા ફર્યા છે. બંન્નેએ કોરોનાના કારણે પ્રથમ બે મેચ ગુમાવી હતી. લાંબા સમય બાદ રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડી જોવા મળશે.
ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનઃ
રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા
IAS પરીક્ષા આપવા માટે 22 ફેબ્રુઆરી સુધી અરજી કરો રજિસ્ટ્રેશન, યોગ્યતાથી લઈને તમામ વિગતો અહીં જાણો
10મું પાસ ITI પાસ યુવાનો માટે અહીં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, મળશે 81000નો પગાર
ICAI CA Result 2021: સુરતની રાધિકા બેરીવાલા બની CA ટોપર, જાણો બીજા અને ત્રીજા સ્થાને કોણ રહ્યું ?
Patan : દિલ્લીથી રાધનપુર ભત્રીજીના લગ્નમાં આવેલા યુવકની હત્યા, કારણ જાણીને ચોંકી જશો