Patan : દિલ્લીથી રાધનપુર ભત્રીજીના લગ્નમાં આવેલા યુવકની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
રાધનપુરના જુના ભિલોટવાસની ઘટના સામે આવી છે. દિલ્હીથી ભત્રીજીના લગ્નમાં આવેલ કાકાની હત્યા કરી નાંખવામાં આવી છે. 1જાન સમયે ગાળો બોલવા જેવી સામન્ય બાબતે ના પાડતા 40 વર્ષીય વ્યક્તિની હત્યા કરવામાં આવી છે.
પાટણઃ રાધનપુરના જુના ભિલોટવાસની ઘટના સામે આવી છે. દિલ્હીથી ભત્રીજીના લગ્નમાં આવેલ કાકાની હત્યા કરી નાંખવામાં આવી છે. 10 ફેબ્રુઆરીએ આવેલ જાન સમયે ગાળો બોલવા જેવી સામન્ય બાબતે ના પાડતા 40 વર્ષીય વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. ભત્રીજીની જાનનો ઉતરો આપ્યો ત્યાં આરોપી ઇસમને ગાળો બોલવાની ના પાડતા હુમલો કર્યો હતો.
40 વર્ષીય રમેશભાઈ પરમાર પર આરોપીએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં રમેશભાઇ પરમારને કમરના ભાગે ઇજા થતાં રાધનપુર હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જતા રસ્તામાં મોત થયું. હાલમાં દિલ્હીમાં રહેતો અને મૂળ રાધનપુરના સાંથલી ગામનો આરોપી શંકર સામે હત્યાનો ગુનો નોંધાયો. મૃતકની લાશને પીએમ અર્થે રાધનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. રાધનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Amreli : દલિત યુવકે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતાં મચ્યો ખળભળાટ, જાણો શું છે કારણ?
અમરેલીઃ ખાંભાના કોટડા ગામના દલિત યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગત મોડી સાંજે ધારી પ્રાંત કચેરી સામે બસમાંથી ઉતરી ઝેરી દવા પી લેતા સારવાર માટે ધારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. મધરાતે વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન મોત થયું. મૃતકનું નામ લખમણભાઈ સારીકડા છે.
કોટડા ગામમાં સાથળીની જમીનની માંગણી હતી. જમીન નહિ મળતા આપઘાત કરી જીવ ગુમાવ્યો છે. દલિત ઇસમે આપઘાત કરી મોત વ્હાલું કર્યું છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58,077 નવા કેસ નોંધાયા છે, જ્યારે 657 લોકોના મોત થયા છે. ગઈ કાલ કરતાં કેસમાં 13.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશમાં એક્ટિવ કેસ ઘટીને 6,97,800 થઈ ગયા છે. બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 5,07,177 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 4.13 કરોડ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2275 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 21437 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 143 લોકો વેન્ટીલેટર પર છે. 21294 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 11,78,289 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,761 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 21 લોકોના મોત થયા છે.
બીજી તરફ આજે 8172 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.34 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 21 મોત થયા. આજે 1,66,610 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આજે કોરોનાના કારણે 21 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં એક, મહેસાણામાં એક, બનાસકાંઠામાં એક, રાજકોટ કોર્પોરેશનમાં એક, સુરતમાં બે, તાપીમાં એક, રાજકોટમાં બે, સાબરકાંઠામાં એક, ભરૂચમાં એક, જામનગરમાં એક, વલસાડમાં એક કોરોના દર્દીઓનું મોત થયું છે.
અત્યાર સુધીમાં કુલ 11,78,289 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 97.34 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 19 ને પ્રથમ અને 31 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2881 ને પ્રથમ અને 13,033 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 13,116 ને પ્રથમ અને 37,544 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 11,564 ને પ્રથમ અને 55,906 ને બીજો ડોઝ અપાયો હતો. 32,516 ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,66,610 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,05,10,421 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.