India vs West Indies Test Series: વેસ્ટ ઇન્ડિઝ સામે ટીમ ઇન્ડિયાનો રહ્યો છે દબદબો, 17 વર્ષમાં સતત ચાર ટેસ્ટ સીરિઝમાં મેળવી છે જીત
વર્ષ 2006માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમા ભારતે ચાર મેચોની ટેસ્ટ શ્રેણી 1-0થી જીતી હતી
ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમવાની છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત ટેસ્ટ શ્રેણીથી થશે, જેની પ્રથમ મેચ 12 જુલાઈથી ડોમિનિકામાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની અંતિમ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ સામે જીત સાથે શરૂઆત કરવા માંગશે
ભારત પાસે સીરિઝ જીતવાની તક
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમે કેરેબિયન ધરતી પર રમાયેલી છેલ્લી ચાર ટેસ્ટ શ્રેણી જીતી હતી. છેલ્લી વખત વેસ્ટ ઈન્ડિઝે ટીમ ઈન્ડિયા સામે તેની જ ધરતી પર ટેસ્ટ શ્રેણી 2002માં જીતી હતી. ત્યારથી ભારત સંપૂર્ણ રીતે પ્રભુત્વ ધરાવે છે. જો જોવામાં આવે તો વેસ્ટ ઈન્ડિઝની ટીમ 21 વર્ષથી પોતાના ઘરે ભારત સામે એક પણ ટેસ્ટ જીતી શકી નથી.
વર્ષ 2006માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમા ભારતે ચાર મેચોની ટેસ્ટ શ્રેણી 1-0થી જીતી હતી. ત્યારબાદ વર્ષ 2011માં એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝમાં 1-0થી શ્રેણી જીતી હતી. બીજી તરફ, 2016 અને 2019ની શ્રેણીમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતે સતત બે ટેસ્ટ શ્રેણી 2-0ના અંતરથી જીતી હતી. હવે ચાહકોને રોહિત શર્માની ટીમ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
21મી સદીમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 28 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 15માં જીત અને માત્ર બેમાં હાર થઈ છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે કુલ 98 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 22મા જીત અને 30મા હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 46 મેચ ડ્રો રહી છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર 51માંથી 16 ટેસ્ટ મેચ જીતી છે અને નવમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત 21મી સદીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર બે ટેસ્ટ મેચ હારી શક્યું છે.
20મી સદીમાં ભારતીય ટીમ પર વેસ્ટ ઈન્ડિઝનો દબદબો હતો. આનું પરિણામ એ આવ્યું કે ભારત 20મી સદીમાં વેસ્ટ ઈન્ડિઝમાં માત્ર એક જ ટેસ્ટ શ્રેણી જીતી શક્યું. હવે વેસ્ટ ઈન્ડિઝની ટીમ એટલી મજબૂત નથી અને તે ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવી ટીમો સામે જીતવા માટે સંઘર્ષ કરે છે. આવી સ્થિતિમાં, એવી તમામ આશા છે કે ભારત વેસ્ટ ઈન્ડિઝને તેના ઘરે ટેસ્ટ શ્રેણીમાં સતત પાંચમી વખત હરાવશે.
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial