શોધખોળ કરો

IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન

Zimbabwe vs India: યુવા ટીમ ઈન્ડિયાને પ્રથમ T20માં હારનો સામનો કરવો પડ્યો હતો. આજે શુભમન ગિલની ટીમ બીજી T20માં ઝિમ્બાબ્વે સામે ટકરાશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ કોઈપણ ભોગે સ્કોરને સેટલ કરવા ઈચ્છશે.

India Playing XI Vs Zimbabwe 2nd T20: આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ રમાશે. ટીમ ઈન્ડિયાને પ્રથમ T20માં હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે હવે કેપ્ટન શુભમન ગિલ બીજી T20માં મોટા ફેરફાર કરી શકે છે. અહીં જાણો બીજી T20માં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન.

ટીમ ઈન્ડિયાને પ્રથમ T20માં 13 રને હાર મળી હતી

હરારેમાં રમાયેલી પ્રથમ T20માં ઝિમ્બાબ્વેએ ટીમ ઈન્ડિયાને 13 રને હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરીને ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 9 વિકેટે 115 રન બનાવ્યા હતા. જવાબમાં શુભમન ગિલની ટીમ 19.5 ઓવરમાં માત્ર 102 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી અભિષેક શર્મા 00, ઋતુરાજ ગાયકવાડ 07, રિયાન પરાગ 02, રિંકુ સિંહ 00 અને ધ્રુવ જુરેલ માત્ર 06 રન બનાવી શક્યા હતા. જ્યારે શુભમન ગિલે 27 રનની ઇનિંગ રમી હતી અને વોશિંગ્ટન સુંદરે 27 રનની ઇનિંગ રમી હતી.

જાણો બીજી T20ની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારતીય ટીમ ભલે પહેલી T20માં હારી ગઈ હોય, પણ કેપ્ટન શુભમન ગિલ બીજી T20માં એ જ ટીમ સાથે મેદાનમાં ઉતરી શકે છે. માત્ર એક હારના કારણે ટીમમાં ફેરફાર કરવો યોગ્ય નિર્ણય નહીં ગણાય. જો કે, બેન્ચ પર જીતેશ શર્મા જેવા બેટ્સમેન છે, પરંતુ અત્યારે કેપ્ટન ગિલ કોઈ ફેરફાર કર્યા વિના જઈ શકે છે. અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને રેયાન પરાગ પોતાની ડેબ્યુ મેચમાં કંઈ જ અદભૂત પ્રદર્શન કરી શક્યા ન હતા. તેમ છતાં ટીમ મેનેજમેન્ટ તેના પર વિશ્વાસ બતાવી શકે છે.

મતલબ કે ફરી એકવાર અભિષેક શર્મા કેપ્ટન શુભમન ગિલ સાથે ઇનિંગની શરૂઆત કરશે. ઋતુરાજ ગાયકવાડ ત્રીજા નંબર પર રમતા જોવા મળશે. આ પછી રિયાન પરાગ ચોથા નંબરે, રિંકુ સિંહ પાંચમા નંબરે અને ધ્રુવ જુરેલ છઠ્ઠા નંબર પર રમશે. આ પછી સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર સાતમા નંબરે આવશે. બોલિંગમાં રવિ બિશ્નોઈ અને સુંદર સ્પિન વિભાગ સંભાળશે. ખલીલ અહેમદ, અવેશ ખાન અને મુકેશ કુમાર ફાસ્ટ બોલિંગમાં એક્શનમાં જોવા મળશે.

બીજી T20માં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, રુતુરાજ ગાયકવાડ, રેયાન પરાગ, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ અને મુકેશ કુમાર.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન
Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
PLFS Report 2024:  શહેરી વિસ્તારોમાં ઘટી રહ્યો છે બેરોજગારીનો દર, NSOએ જાહેર કર્યા આંકડા
PLFS Report 2024: શહેરી વિસ્તારોમાં ઘટી રહ્યો છે બેરોજગારીનો દર, NSOએ જાહેર કર્યા આંકડા
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Embed widget