IND vs ZIM LIVE Streaming: આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ, જાણો કેટલા વાગ્યે જોઇ શકશો લાઇવ મેચ?
T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ તેની છેલ્લી મેચ સુપર-12માં ઝિમ્બાબ્વે સામે રમશે
IND vs ZIM LIVE Streaming: T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ તેની છેલ્લી મેચ સુપર-12માં ઝિમ્બાબ્વે સામે રમશે. આ મેચ 6 નવેમ્બર રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચમાં જીત સાથે ભારતીય ટીમ સીધી સેમીફાઇનલમાં પહોંચી જશે. ટીમ ઈન્ડિયા ગ્રુપ 2માં ટોપ પર છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ ગ્રુપમાં કઈ ટીમ સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. આ સાથે જ ગ્રુપ 1માં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયા છે.
Adelaide ✅
— BCCI (@BCCI) November 4, 2022
Hello Melbourne 👋#TeamIndia | #T20WorldCup pic.twitter.com/wpuLMSBCTH
આ ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ કુલ ચાર મેચ રમી છે. જેમાં ટીમે 3માં જીત મેળવી છે અને એકમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં ભારતીય ટીમે પ્રથમ મેચ પાકિસ્તાન સામે, બીજી મેચ નેધરલેન્ડ સામે, ત્રીજી મેચ દક્ષિણ આફ્રિકા સામે, ચોથી મેચ બાંગ્લાદેશ સામે અને ટીમ તેની પાંચમી મેચ ઝિમ્બાબ્વે સામે રમશે.
Group 2 triple header with all to play for 👊
— ICC (@ICC) November 5, 2022
Who's making the #T20WorldCup 2022 semi-finals?
State of play ➡️ https://t.co/5UIHFYg1Go#SAvNED | #PAKvBAN | #ZIMvIND pic.twitter.com/z91sfdZPqg
મેચ ક્યારે અને ક્યાં થશે
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. T20 વર્લ્ડ કપની તમામ મેચોનું સ્ટાર સ્પોર્ટ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છેમેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવશે. આ ઉપરાંત, તમને અમારી વેબસાઇટ પર મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
સ્ટાર સ્પોર્ટ્સ અને ડિઝની પ્લસ હોટસ્ટાર પર આ મેચ જોવા માટે તમારે ખર્ચ કરવો પડશે પરંતુ તમે આ મેચને ફ્રીમાં પણ માણી શકો છો. આ મેચ મફતમાં જોવા માટે તમારે DD સ્પોર્ટ્સ પર જોવી પડશે જ્યાં પણ આ મેચનું જીવંત પ્રસારણ થશે.