![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ ટી20 ઈતિહાસની પોતાની સૌથી મોટી જીત મેળવી, ન્યૂઝીલેન્ડને સીરીઝમાં 2-1થી હરાવ્યું
ભારતે ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 168 રનથી હરાવ્યું છે. આ રીતે ટીમ ઈન્ડિયાએ 3 T20 મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી છે.
![IND vs NZ: ટીમ ઈન્ડિયાએ ટી20 ઈતિહાસની પોતાની સૌથી મોટી જીત મેળવી, ન્યૂઝીલેન્ડને સીરીઝમાં 2-1થી હરાવ્યું india wins by 168 runs 3rd t20 against new zealand ahmedabad IND vs NZ: ટીમ ઈન્ડિયાએ ટી20 ઈતિહાસની પોતાની સૌથી મોટી જીત મેળવી, ન્યૂઝીલેન્ડને સીરીઝમાં 2-1થી હરાવ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/01/393d3d72481b4980195b93e05b0635291675269658324572_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India vs New Zealand 3rd T20I: ભારતે ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 168 રનથી હરાવ્યું છે. આ રીતે ટીમ ઈન્ડિયાએ 3 T20 મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી છે. વાસ્તવમાં ન્યૂઝીલેન્ડને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ આખી ટીમ માત્ર 66 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે અર્શદીપ સિંહ, ઉમરાન મલિક અને શિવમ માવીએ 2-2 વિકેટ લીધી હતી.
𝘼𝙣 𝙚𝙢𝙥𝙝𝙖𝙩𝙞𝙘 𝙫𝙞𝙘𝙩𝙤𝙧𝙮!#TeamIndia win the third and final T20I by 1️⃣6️⃣8️⃣ runs and clinch the #INDvNZ series 2️⃣-1️⃣ 👌
— BCCI (@BCCI) February 1, 2023
Scorecard - https://t.co/1uCKYafzzD #INDvNZ @mastercardindia pic.twitter.com/QXHSx2J19M
ન્યુઝીલેન્ડના બેટ્સમેનોનો ફ્લોપ શો
ન્યૂઝીલેન્ડ તરફથી ડેરી મિશેલે સૌથી વધુ 35 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. જ્યારે કેપ્ટન મિચેલ સેન્ટનરે 13 રન બનાવ્યા હતા. આ રીતે ન્યૂઝીલેન્ડના માત્ર બે બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યા. જ્યારે કિવી ટીમના 9 બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા ન હતા. ભારત માટે કેપ્ટન હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 16 રન આપીને 4 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે અર્શદીપ સિંહે 3 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ લીધી હતી. ઉમરાન મલિકે 2.1 ઓવરમાં 9 રનમાં 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય શિવમ માવીએ 2 ઓવરમાં 2 બેટ્સમેનોને 12 રન આપીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
જીત માટે 235 રનનો ટાર્ગેટ
ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. ટીમ માટે શુભમન ગિલે 63 બોલમાં 126 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ સામે જીત માટે 235 રનનો ટાર્ગેટ હતો પરંતુ કિવી માત્ર 66 રન બનાવી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. ભારત તરફથી શુભમન ગિલે 63 બોલમાં અણનમ 126 રન બનાવ્યા હતા. શુભમન ગિલે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 30 રન બનાવ્યા હતા.
ભારત પ્લેઇંગ 11
આજની મેચમાં ભારતે ટોસ જીત્યો હતો. આજની મેચ માટે ભારતનો પ્લેઈંગ 11 આ પ્રમાણે છે - શુભમન ગિલ, ઈશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર, હાર્દિક પંડ્યા, દીપક હુડા, શિવમ માવી, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ 11
ન્યુઝીલેન્ડની આજની પ્લેઈંગ 11: ફિન એલન, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરેલ મિશેલ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર, બેન્જામિન લિસ્ટર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)