હરમનપ્રીતે ફોલો કર્યો મેસ્સી અને રોહિત શર્માનો ટ્રેન્ડ, વર્લ્ડકપ ટ્રોફી સાથે ખાસ અંદાજમાં ક્લિક કરી તસવીર
ભારતે 2025ના વર્લ્ડ કપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને વિશ્વ ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી

છેલ્લા 50 વર્ષમાં ભારતીય પુરુષ ટીમે બે વાર વન-ડે વર્લ્ડ કપ જીત્યો છે. જોકે, મહિલા ક્રિકેટ ટીમ ૫૨ વર્ષથી આ સ્પર્ધામાં છે, છતાં તે અત્યાર સુધી ટ્રોફી જીતી શક્યા નહોતા. અંતે ભારતે 2025ના વર્લ્ડ કપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને વિશ્વ ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. હવે, કેપ્ટન હરમનપ્રીત કૌરે એ ટ્રેન્ડને ફોલો કર્યો હતો જે મોટી ટુર્નામેન્ટ જીત્યા પછી ખેલાડીઓ કરતા હોય છે. તેણીએ ટ્રોફી સાથે શાંતિથી સૂતી વખતે પોતાનો એક ફોટો શેર કર્યો છે.
View this post on Instagram
હરમનપ્રીત કૌરે સૂતા સમયે વર્લ્ડકપ ટ્રોફી પોતાની સાથે રાખીને તસવીરો ક્લિક કરાવી હતી. આ તસવીર તેણે સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. તેણીએ પ્રેરણાદાયક કેપ્શન સાથે કેપ્શન આપ્યું છે, "કેટલાક સપના અબજો લોકો જુએ છે. તેથી જ ક્રિકેટ દરેકની રમત છે." ફોટામાં હરમનપ્રીતે એક ટી-શર્ટ પહેરી છે જેના પાછળના ભાગમાં "ક્રિકેટ દરેકની રમત છે" લખેલું છે. તેના પર "જેન્ટલમેન" શબ્દો પણ લખેલા હતા, પરંતુ તેને કટ કરવામાં આવ્યા છે. હરમનપ્રીત પહેલા દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી અને રોહિત શર્માએ પણ વર્લ્ડ કપ ટ્રોફી સાથે સૂતા પોતાના ફોટા શેર કર્યા હતા.
View this post on Instagram
ટીમ ઇન્ડિયાનું '52' કનેક્શન
2 નવેમ્બરના રોજ ભારતીય ટીમે ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવ્યું. 52 વર્ષ પહેલા મહિલા વન-ડે વર્લ્ડ કપ શરૂ થયો ત્યારથી ભારતીય ટીમે 52 વર્ષ પછી વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. વધુમાં મેચમાં ઘણા સમયે 52 નંબર જોવા મળ્યો. હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ 52 રનની ભાગીદારી કરી, જેના કારણે ભારતને મધ્ય ઓવરોમાં તેમની વિકેટ બચાવી રાખવામાં સફળતા મળી હતી.
હરમનપ્રીત કૌરે ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે વર્લ્ડ કપ ટ્રોફી સાથે લેવાયેલો ફોટો પણ શેર કર્યો. નોંધનીય છે કે 2011 ના વર્લ્ડ કપ વિજય પછી ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ પણ તે જ જગ્યાએ પોઝ આપ્યો હતો.




















