વિરાટ કોહલીએ ફરી રચ્યો ઈતિહાસ, T20 ઇન્ટરનેશનલમાં 3000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો
આ સીરીઝની શરૂઆત પહેલા વિરાટ કોહલીના નામે ટી20 ઇન્ટનેશનલ ક્રિકેટમાં 2928 રન હાત અને હવે તેના નામે આ ઇન્ટરનેશનલ ફોર્મેટમં 3001 રન નોંધાયા છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. તે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 3000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે રવિવારે અમદાવાદમાં ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે બીજી ટી20માં આ ઉપલબ્ધિ મેલવી છે. કોહલીએ અમદાવદાના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમયાલે મેચમાં 73 રનની અણનમ ઇનિંગ રમી હતી અને ભારતને પોતાના છગ્ગા દ્વારા જીત અપાવી હતી. નોંધનીય છે કે, વિરાટે 49 બોલરમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ભારતે આ મેચ સાત વિકેટે જીતી લીધી હતી.
ટી20 ક્રિટેમાં વિરાટ કોહલીએ ફટકારી 26માં હાફ સેન્ચુરી
જણાવીએ કે, આ સીરીઝની શરૂઆત પહેલા વિરાટ કોહલીના નામે ટી20 ઇન્ટનેશનલ ક્રિકેટમાં 2928 રન હાત અને હવે તેના નામે આ ઇન્ટરનેશનલ ફોર્મેટમં 3001 રન નોંધાયા છે. તેની સાથે જ કેપ્ટન વિરાટ કોહલીએ ટી20માં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. વિરાટે ટી20 ક્રિકેટમાં અત્યાર સુધી 26 હાફ સેન્ચુરી ફટકારી છે જેમાં 84 છગ્ગા પણ સામેલ છે.
The first batsman to score 3️⃣0️⃣0️⃣0️⃣ T20 international runs 🙌🏻🔝
— BCCI (@BCCI) March 14, 2021
Whaddaplayaaa 👑👌🏻@imVkohli #TeamIndia 🇮🇳 #INDvENG @Paytm pic.twitter.com/C8zxhBjtmX
જ્યારે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલી બાદ સૌથી વધારે રન ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ બનાવ્યા છે. તેણે ટી20માં 2839 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર ન્યૂઝીલોન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલ આવે છે છે જેણે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 2773 રન બનાવ્યા છે.
ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી
ક્રિકેટરનું નામ દેશ કુલ રન
1-વિરાટ કોહલી ભારત 3001
2-રોહિત શર્મા ભારત 2839
3-માર્ટિન ગુપ્ટિલ ન્યૂઝીલેન્ડ 2773
4- એરોન ફિંચ ઓસ્ટ્રેલિયા 2346
5. શોએબ મલિક પાકિસ્તાન 2335