IND vs NZ: બીજી ટી20માં ઉતરતાં જ ભારતીય ટીમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આવુ કરનારી પહેલી ટીમ બની
ભારતીય ટીમે આ કેલેન્ડર ઇયરમાં પોતાની 62મી મેચ રમી છે, આ મેચ રમવા માટે જેવી મેદાનમાં ઉતરી એવી જ તેને કેલેન્ડર ઇયરમાં સર્વાધિક 62 મેચ રમવાનો રેકોર્ડ નોંધાવી લીધો છે.
New Zealand vs India, 2nd T20I Most international matches in a calendar year: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ આજે બે ઓવલમાં રમાઇ રહી છે, આજની મેચમં ભારતીય ટીમના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે. ટૉસ થઇને ભારતીય ટીમ જેવી ગ્રાઉન્ડ પર રમવા માટે ઉતરી હતી, એવી જ આ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી હતી. ખરેખરમાં હાર્દિક પંડ્યાની આગેવાની આ ટીમે સર્વાધિક મેચ રમવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
એક કેલેન્ડર ઇયરમાં સર્વાધિક મેચ
ભારતીય ટીમે આ કેલેન્ડર ઇયરમાં પોતાની 62મી મેચ રમી છે, આ મેચ રમવા માટે જેવી મેદાનમાં ઉતરી એવી જ તેને કેલેન્ડર ઇયરમાં સર્વાધિક 62 મેચ રમવાનો રેકોર્ડ નોંધાવી લીધો છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો, તેને 2009 માં 61 મેચો રમી હતી, આ બે ટીમોને છોડી દઇએ અત્યાર સુધી કોઇ ટીમે કેલેન્ડર ઇયરમાં 60 મેચ પણ નથી રમી. આ પહેલા ભારત દ્વારા એક કેલેન્ડર ઇયરમાં રમાયેલી મેચ 55 હતી, જે તેમને 2007માં રમી હતી.
આ વર્ષે ભારતે રમી સૌથી વધુ ટી20 મેચો
ભારત આ વર્ષે પોતાની 39મી ટી20 મેચ રમી રહ્યું છે. આ પહેલા 27માં તેમને અને 10 માં હારનો સામનો કરવો પડ્યો છે, એક મેચ પરિણામ વિનાની રહી છે, અને તે મેચ આ ન્યૂઝીલેન્ડ પ્રવાસની પ્રથમ ટી20 મેચ હતી.
આ ઉપરાંત ભારતીય ટીમે આ વર્ષે 18 વનડે મેચ રમી છે, જેમાંથી 13 માં તેમને જીત અને પાંચમાં હારનો સામનો કર્યો છે. આ વર્ષ ભારતે માત્ર પાંચ ટેસ્ટ મેચો જ રમી છે, આમાંથી બેમાં જીત અને એકમાં હાર મળી છે.
આજની મેચની બન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન -
ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન
ફિન એલન, ડેવૉન કૉન્વે (વિકેટકીપર), કેન વિલિયમસન (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, જેમ્સ નિશામ, મિશેલ સેન્ટનર, ઇશ સોઢી, ટિમ સાઉથી, એડમ મિલ્ને, લૉકી ફર્ગ્યૂસન.
ભારતની પ્લેઇંગ ઇલેવન
ઇશાન કિશન, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વૉશિંગટન સુંદર, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ.