IND vs WI: શુભમન ગિલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા 2500 રન, આવુ રહ્યું છે આ ખેલાડીનું કરિયર
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 વનડે સીરીઝની બીજી મેચ બાર્બાડોસમાં રમાઈ રહી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
Shubman Gill Career: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 વનડે સીરીઝની બીજી મેચ બાર્બાડોસમાં રમાઈ રહી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ રીતે ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી છે. આ સાથે જ ભારતીય ટીમ રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના મેદાનમાં ઉતરી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની જગ્યાએ સંજુ સેમસન અને અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. જો કે ભારતીય ટીમના ઓપનર શુભમન ગીલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2500 રનનો આંકડો સ્પર્શી લીધો છે.
શુભમન ગિલની કારકિર્દી અત્યાર સુધી આવી રહી છે
શુભમન ગિલના કરિયર પર નજર કરીએ તો અત્યાર સુધી આ ખેલાડીએ 18 ટેસ્ટ મેચ, 26 વનડે અને 6 ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. શુભમન ગિલે 18 ટેસ્ટમાં 32.2ની એવરેજ અને 58.97ની સ્ટ્રાઈક રેટથી 966 રન બનાવ્યા છે. જ્યારે આ ખેલાડીએ 26 વનડેમાં 61.45ની એવરેજ અને 104.89ની સ્ટ્રાઈક રેટથી 1352 રન બનાવ્યા છે. શુભમન ગીલે ટેસ્ટ ફોર્મેટમાં 2 વખત સદીનો આંકડો પાર કર્યો છે. જ્યારે શુભમન ગિલના નામે ODI ફોર્મેટમાં 4 સદી છે. આ સિવાય તેણે વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે.
IPLમાં શુબમન ગિલનું પ્રદર્શન કેવું રહ્યું ?
શુભમન ગીલે 6 ટી20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ 6 મેચોમાં શુભમન ગિલે 165.57ની સ્ટ્રાઈક રેટ અને 40.4ની એવરેજથી 202 રન બનાવ્યા છે. આ સિવાય શુભમન ગિલે IPLની 91 મેચ રમી છે. શુભમન ગિલ IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ તરફથી રમી ચૂક્યો છે. હાલમાં, તે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળના ગુજરાત ટાઇટન્સનો એક ભાગ છે. શુભમન ગીલે IPLમાં 3 વખત સદીનો આંકડો પાર કર્યો છે.
ભારતીય ટીમ બે ફેરફાર સાથે મેદાનમાં ઉતરી
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ભારતીય ટીમ બે ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેમની જગ્યાએ સંજુ સેમસન અને અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ બે ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે.
https://t.me/abpasmitaofficial