આફ્રિકા સામેની છેલ્લી વન ડેમાં જીતના આરે આવીને ભારત હારી જતાં આ ક્રિકેટર રડી પડ્યો, જુઓ વીડિયો
કેપટાઉનમાં રમાયેલી ત્રીજી વનડેમા ભારતીય ટીમને ચાર રનથી હારનો સામનો કરવો પડ્યો, આ મેચમાં સ્ટાર ખેલાડીઓ કંઇ ખાસ કમાલ ના શક્યા
![આફ્રિકા સામેની છેલ્લી વન ડેમાં જીતના આરે આવીને ભારત હારી જતાં આ ક્રિકેટર રડી પડ્યો, જુઓ વીડિયો Indian cricketer deepak chahar tears after india losing against south africa third odi આફ્રિકા સામેની છેલ્લી વન ડેમાં જીતના આરે આવીને ભારત હારી જતાં આ ક્રિકેટર રડી પડ્યો, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/24/4502d159080470e9b8ace957fc5aeb3b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ગઇકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની અંતિમ વનડે મેચ રમાઇ, આ મેચમાં પણ ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો, રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમની કમાન કેએલ રાહુલ સંભાળી રહ્યો હતો, પરંતુ વિદેશમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં ઓલરાઉન્ડર તરીકે સામેલ કરવામાં આવેલા દીપક ચાહરનો એક ભાવુક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે રડતો દેખાઇ રહ્યો છે.
કેપટાઉનમાં રમાયેલી ત્રીજી વનડેમા ભારતીય ટીમને ચાર રનથી હારનો સામનો કરવો પડ્યો, આ મેચમાં સ્ટાર ખેલાડીઓ કંઇ ખાસ કમાલ ના શક્યા પરંતુ, પુછડીયા ખેલાડીઓએ મેચને જીતની સાવ નજીક લાવી દીધી હતી. આ માટે સૌથી વધુ યોગદાન દીપક ચાહરનુ રહ્યું. તેને તાબડતોડ બેટિંગ કરતા ફિફ્ટી ફટકારી હતી. પરંતુ મેચ હારી જતાં તે ડગઆઉટમાં બેસીને રડી પડ્યો હતો. તેની આ તસવીરો કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
🌟Deepak did more than enough for the team.Please keep playing him irrespective of who comes or goes.#ChaharMustPlay @beastieboy07
— Yash Sinha (@yashsinha010) January 23, 2022
🌟And a request to KL to please bat in the middle order, the opening is sorted with enough options.#DeepakChahar #INDvSA #KLRahul pic.twitter.com/z2yr2ipvfK
સોશ્યલ મીડિયા યૂઝર્સ પણ દીપક ચાહરની બેટિંગની પ્રસંશા કરી રહ્યાં છે, કેમ કે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર દીપક ચહરે ભારત માટે આ મેચ લગભગ જીતી લીધી હતી, પરંતુ તે થોડા રનના અંતર પહેલા જ આઉટ થઈ ગયો હતો. દીપક ચહરે 34 બોલમાં 54 રન ફટકારીને મેચ જીતવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ફિનિશ લાઈન પાર કરી શક્યો નહોતો.
— Bleh (@rishabh2209420) January 23, 2022
આ પણ વાંચો..........
Health Tips: ઓમિક્રોનથી બચાવશે આ શાકભાજી, ઇમ્યુનિટી પણ થશે મજબૂત, ડાયટમાં કરો સામેલ
અમેઝિંગ ટ્રિક્સઃ ચેટને મજેદાર બનાવવા Whatsappમાં કરી દો આ બે સેટિંગ, બદલાઇ જશે તમારુ એક્સપીરિયન્સ
Gmail Safety Tips: આ આસાન રીતે જાણો તમારુ Gmail હેક થયુ છે કે નહીં.............
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, એક્ટિવ કેસનો આંકડો 134837 પર પહોંચ્યો
UPSC Recruitment 2022: UPSC માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, તમે પણ બની શકો છો અધિકારી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)