ICC વનડે રેન્કિંગમાં ફરી ટોપ પર પહોંચી મિતાલી રાજ, ઈંગ્લેન્ડ સામે કર્યું હતું શાનદાર પ્રદર્શન
ભારતીય કેપ્ટન મિતાલી રાજ ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના કારણે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની મહિલા વનડે રેન્કિંગમાં ટોચ પર છે.
ભારતીય કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj) ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના કારણે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની મહિલા વનડે રેન્કિંગમાં ટોચ પર છે. શ્રેણીમાં ભારત 1-2થી હાર્યું હતું, પરંતુ 38 વર્ષીય મિતાલીએ ત્રણેય મેચોમાં અડધી સદી ફટકારી હતી. શેફાલી વર્મા પહેલાથી જ ટી 20 રેન્કિંગમાં ટોચ પર છે.
પહેલી બે વનડે મેચમાં મિતાલી રાજે 72 અને 59 રન બનાવ્યા હતા, જ્યારે ત્રીજી અને અંતિમ મેચમાં તેણીએ અણનમ 75 રને ભારતને મેચ જીતવામાં મદદ કરી હતી. તેણે શ્રેણીમાં સૌથી વધુ 216 રન બનાવ્યા હતા. મિતાલી ચાર સ્થાનના ફાયદા સાથે ટોચ પર પહોંચી ગઈ છે. તેણે છેલ્લે ફેબ્રુઆરી 2018 માં રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. મિતાલી એપ્રિલ 2005 માં પ્રથમ વખત રેન્કિંગમાં ટોચ પર પહોંચી હતી. ત્યારબાદ તેણે પોચફેસ્ટરૂમમાં વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે અણનમ 91 રન બનાવ્યા હતા. પ્રથમ વખત અને છેલ્લે રેન્કિંગમાં ટોચ પર હોવા વચ્ચેનું 16 વર્ષનું અંતર કોઈપણ મહિલા બેટ્સમેન માટે સૌથી મોટું છે. સ્મૃતિ મંધાના પહેલાની જેમ 9 મા ક્રમે છે.
આ પહેલા 2018માં ટોચનું સ્થાન મળેવ્યું હતું
મિતાલી રાજે ગત વખતે ફેબ્રુઆરી 2018માં રેન્કિંગમાં ટોચ પર પહોંચી હતી. મિતાલી પહેલી વખત એપ્રિલ 2005માં ટોચ પર પહોંચી હતી. તેણે ત્યારે પોટચેફસ્ટ્રમમાં વિશ્વ કપમાં ન્યૂઝીલેન્ડ સામે નોટઆઉટ 91 રન બનાવ્યા હતા.
શેફાલી, ઝૂલન અને દીપ્તિના રેન્કિંગમાં સુધારો
આક્રમક ભારતીય બેટ્સમેન શેફાલી વર્માએ અંતિમ બે વનડેમાં 44 અને 19 રનની ઈનિંગ રમી જેનાથી 49 સ્થાનની લાંબી છલાંગ સાથે 71માં ક્રમે પહોંચી ગઈ છે. અનુભવુ ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામી ચાર ક્રમના ફાયદા સાથે 53માં સ્થાન પર છે. બોલરોની યાદીમાં ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા એક સ્થાનના ફાયદા સાથે 12માં સ્થાન પર પહોંચી ગઈ છે.
મહિલા ટી 20 આંતરરાષ્ટ્રીય પ્લેયર રેન્કિંગમાં, પાકિસ્તાનની સ્પિનર નિદા ડાર છ સ્થાનનો ફાયદો મેળવી 15 મા સ્થાને છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચની શ્રેણીમાં તેણે ચાર વિકેટ ઝડપી હતી. તે ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં 100 વિકેટ લેનાર દેશની પ્રથમ મહિલા ખેલાડી છે.