(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2025ની હરાજીમાં ભારત સરકાર થઇ માલામાલ, આટલા કરોડની કમાણી થઇ
IPL 2025 Mega Auction Indian Government: ભારતીય ખેલાડીઓ પર 383.40 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જ્યારે વિદેશી ખેલાડીઓ પર 255.75 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી
IPL 2025 Mega Auction Indian Government: IPL 2025ની મેગા હરાજીએ માત્ર ખેલાડીઓના ખિસ્સા ગરમ કર્યા જ નહીં પરંતુ ભારત સરકારના તિજોરીમાં પણ નોંધપાત્ર વધારો કર્યો. સાઉદી અરેબિયામાં ભલે હરાજી થઈ હોય, પરંતુ તેમાં વેચાયેલા ખેલાડીઓના પગારમાંથી મળતો ટીડીએસ ભારત સરકારને જ આપવામાં આવશે. તો ચાલો જાણીએ કે મેગા ઓક્શનમાં કેટલા ખેલાડીઓ પર કેટલા પૈસા ખર્ચાયા અને ભારત સરકારને તેમાંથી TDSના રૂપમાં કેટલા પૈસા મળશે.
IPL 2025ની મેગા ઓક્શનમાં તમામ 10 ટીમો માટે વધુમાં વધુ 204 સ્લોટ ખાલી હતા. ટીમોએ કુલ 182 ખેલાડીઓ ખરીદ્યા. ટીમોએ આ ખેલાડીઓને ખરીદવા માટે કુલ રૂ. 639.15 કરોડનો ખર્ચ કર્યો હતો. 182માંથી 120 ભારતીય અને 62 વિદેશી ખેલાડીઓ વેચાયા હતા.
ભારતીય ખેલાડીઓ પર 383.40 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જ્યારે વિદેશી ખેલાડીઓ પર 255.75 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. ભારત સરકાર ભારતીય અને વિદેશી ખેલાડીઓની કુલ રકમ અનુસાર TDS મેળવશે. અહેવાલો અનુસાર, ભારતીય અને વિદેશી ખેલાડીઓના પગાર પર અલગ-અલગ TDS કાપવામાં આવે છે.
ભારત સરકારને મળશે કેટલી રકમ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ખેલાડીઓના IPL સેલરી પર 10 ટકા TDS અને વિદેશી ખેલાડીઓના IPL સેલરી પર 20 ટકા TDS આપવામાં આવશે. ભારતીય ખેલાડીઓ પર રૂ. 383.40 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જે મુજબ TDS રૂ. 38.34 કરોડ હતો. જ્યારે વિદેશી ખેલાડીઓ પર 255.75 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જે મુજબ TDS 51.15 કરોડ રૂપિયા હતો. બંનેની રકમ મળીને 89.49 રૂપિયા થાય છે, જે TDSના રૂપમાં ભારત સરકારની તિજોરીમાં જશે.
ઋષભ પંત અને શ્રેયસ અય્યર પર લાગી સૌથી મોટી બોલીઓ
ઉલ્લેખનીય છે કે IPL 2025ની મેગા ઓક્શનમાં ઋષભ પંત પર સૌથી મોટી બોલી લગાવવામાં આવી હતી. ત્યારબાદ શ્રેયસ અય્યર આ યાદીમાં બીજા સ્થાને રહ્યો. બંનેની IPL સેલેરીમાં માત્ર 25 લાખ રૂપિયાનો તફાવત હતો.
ઋષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યરને 26.75 કરોડમાં ખરીદ્યો હતો. આ સાથે પંત અને અય્યર IPL ઈતિહાસમાં અનુક્રમે પ્રથમ અને બીજા સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે.
આ પણ વાંચો
VIDEO: લાઇવ મેચમાં ભારતના ક્રિકેટરનું હાર્ટ એટેકથી મોત, મેદાન પર ઢળી પડ્યો, ઘટના કેમેરામાં કેદ...