શોધખોળ કરો

VIDEO: લાઇવ મેચમાં ભારતના ક્રિકેટરનું હાર્ટ એટેકથી મોત, મેદાન પર ઢળી પડ્યો, ઘટના કેમેરામાં કેદ...

Maharashtra Cricketer Died: મહારાષ્ટ્રના સંભાજી નગર જિલ્લામાં રમાયેલી ક્રિકેટ મેચ દરમિયાન આ ઘટના બની હતી. 35 વર્ષીય ક્રિકેટર ઈમરાન સિકન્દર પટેલે હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો હતો

Maharashtra Cricketer Died: ક્રિકેટમાં ખેલાડીઓને ઈજા થવી સામાન્ય બાબત છે. ખેલાડીઓ ઘણીવાર ઈજાગ્રસ્ત થાય છે, પરંતુ કેટલીકવાર આ ઈજા એટલી ગંભીર હોય છે કે ખેલાડી પોતાનો જીવ પણ ગુમાવે છે. ઓસ્ટ્રેલિયાના ફિલિપ હ્યુજીસ આવા જ એક અકસ્માતનો ભોગ બન્યા હતા. શેફિલ્ડ શીલ્ડ ટૂર્નામેન્ટ દરમિયાન તેને માથા પર બાઉન્સર વાગ્યો હતો અને થોડા સમય બાદ તેણે મેદાન પર જ જીવ ગુમાવી દીધો હતો. તેમના નિધનથી ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું હતું. આના પરથી શીખીને ICCએ ક્રિકેટમાં ખેલાડીઓની સુરક્ષા માટે ઘણી વ્યવસ્થા કરી. આવા કેટલાક અન્ય વીડિયો પણ સામે આવ્યા છે જેમાં ખેલાડીઓ ખોટી જગ્યાએ ઈજાગ્રસ્ત થયા બાદ મૃત્યુ પામ્યા હતા. જોકે, હવે ભારતમાં જ આવી ઘટના ઘટી છે, મહારાષ્ટ્રમાં અત્યારે જે ઘટના પ્રકાશમાં આવી છે, તેમાં ખેલાડીને હાર્ટ એટેક આવ્યો અને થોડા જ સમયમાં તે મેદાન પર જ મોતને ભેટ્યો હતો.

મહારાષ્ટ્ર ક્રિકેટની છે આખી ઘટના 
મહારાષ્ટ્રના સંભાજી નગર જિલ્લામાં રમાયેલી ક્રિકેટ મેચ દરમિયાન આ ઘટના બની હતી. 35 વર્ષીય ક્રિકેટર ઈમરાન સિકન્દર પટેલે હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત 28 નવેમ્બરે ગરવારે સ્ટેડિયમમાં થયો હતો. ગરવારેમાં લકી બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ અને યંગ ઈલેવન વચ્ચે મેચ ચાલી રહી હતી. ઈમરાન લકી ટીમનો કેપ્ટન હતો અને ઓપનર તરીકે બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ પીચ પર થોડો સમય વિતાવ્યા બાદ તેને છાતી અને હાથમાં સખત દુઃખાવો થયો હતો. તે અડધી પીચ પર આવ્યો અને પગ પર હાથ રાખીને ઊભો રહ્યો. ત્યારબાદ તેણે વિપક્ષી ટીમના એમ્પાયરો અને ખેલાડીઓને આની જાણ કરી. આ પછી એમ્પાયરોએ તેને મેદાન છોડવાની મંજૂરી આપી હતી. જોકે, ઈમરાન મેદાન પર બેભાન થઇને ઢળી પડ્યો હતો, અને થોડા સમય બાદ તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, કારણ કે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું હતું.

ખેલાડી સિકન્દર તરફ દોડ્યા 
વીડિયોની છેલ્લી કેટલીક સેકન્ડમાં જોઈ શકાય છે કે ઈમરાન મેદાન પર પડતાની સાથે જ ત્યાં હાજર તમામ ખેલાડીઓ તેની તરફ દોડ્યા હતા. તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ઇમરાનના નિધનથી તેના મિત્રો અને સાથી ખેલાડીઓ આઘાતમાં છે. ઈમરાન ઓલરાઉન્ડર હતો અને ખેલાડી તરીકે ઘણો ફિટ હતો. ઈમરાનના પરિવારમાં તેની પત્ની અને ત્રણ પુત્રીઓ છે. તેની જ્યૂસની દુકાન પણ છે.

આ પણ વાંચો

IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot KBZ Namkin Fire : રાજકોટની KBZ નમકીનમાં ભીષણ આગ, જુઓ સંપૂર્ણ અહેવાલMahudi Jain Tirth Scuffle : માંગરોળના ધારાસભ્ય ભગવાનજીને મહુડી મંદિરે થયો કડવો અનુભવ, જુઓ અહેવાલAhmedabad Bullet Train Gantry Accident : 23 ટ્રેનો રદ્દ, અનેક ટ્રેન ડાઇવર્ટ, આખું લિસ્ટShare Market News : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ
Embed widget