ઈંગ્લેન્ડ માટે રવાના થઈ ભારતીય ટીમ, રોહિત શર્મા ના દેખાયો, જાણો ક્યારે ઈંગ્લેન્ડ જશે રોહિત
એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની સીરીઝ માટે ભારતીય ટીમ (India) આજે ઈંગ્લેન્ડ (England) જવા માટે રવાના થઈ હતી.
India vs England: એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની સીરીઝ માટે ભારતીય ટીમ (India) આજે ઈંગ્લેન્ડ (England) જવા માટે રવાના થઈ હતી. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફોટોમાં ભારતીય ટીમ ખુબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે. બીસીસીઆઈના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી 6 ફોટો શેર કરવામાં આવ્યા છે. પરંતુ આ ફોટોમાં રોહિત શર્મા નથી જોવા મળ્યો, એવામાં ફેન્સ સતત રોહિતની ગેરહાજરી અંગે સવાલ કરી રહ્યા છે.
આ દિવસે જશે રોહિત શર્માઃ
ઋષભ પંત, શ્રેયસ અય્યર સહિતના કેટલાક ખેલાડીઓને બાદ કરતાં મોટાભાગના ખેલાડી આજે ઈંગ્લેન્ડ જવા માટે રવાના થયા હતા. બાકી વધેલા ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી ટી20 સીરીઝ પુર્ણ થયા બાદ ઈંગ્લેન્ડ જશે. આજે ઈંગ્લેન્ડ જવા રવાના થયેલી ટીમમાં રોહિત શર્મા નથી દેખાયો ત્યારે તેના ફેન્સ સવાલ પુછી રહ્યા છે. ત્યારે માહિતી મળી છે કે, રોહિત શર્મા આવતીકાલે એટલે કે, 17 જૂને ઈંગ્લેન્ડ પ્રવાસ પર જવા રવાના થશે. રોહિત સવારની ફ્લાઈટમાં ઈંગ્લેન્ડ જશે. ત્યાર બાદ 20 જૂનના દિવસે કોચ રાહુલ દ્રવિડ અને દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સીરીઝમાં રમી રહેલા બાકીના ખેલાડીઓ ઈંગ્લેન્ડ જશે.
ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમઃ
રોહિત શર્મા, કેએલ રાહુલ, શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા.
England bound ✈️
— BCCI (@BCCI) June 16, 2022
📸 📸: Snapshots as #TeamIndia takes off for England. 👍 👍 pic.twitter.com/Emgehz2hzm
આ પણ વાંચોઃ
Gujarat Election 2022 : ગુજરાતમાં ભાજપને 70થી વધુ બેઠકો નહીં આવેઃ જગદીશ ઠાકોરનો મોટો દાવો