શોધખોળ કરો

શ્રીલંકાના પૂર્વ બોલરનું નિવેદન, 2023 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જરુર હશે બુમરાહ

IPLમાંથી બહાર થયા બાદ બુમરાહ વિશે એવા અહેવાલો છે કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને ત્યાર બાદ ODI વર્લ્ડ કપની પણ બહાર થઈ શકે છે.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની વાપસી સતત ટાળવામાં આવી રહી છે. પીઠની ઈજાને કારણે એશિયા કપ 2022થી ટીમમાંથી બહાર રહેલો બુમરાહ આઈપીએલની આગામી સિઝન પણ રમી શકશે નહીં. IPLમાંથી બહાર થયા બાદ બુમરાહ વિશે એવા અહેવાલો છે કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને ત્યાર બાદ ODI વર્લ્ડ કપની પણ બહાર થઈ શકે છે અને જો આવું થાય છે તો તે ભારતીય ટીમ માટે મોટો ઝટકો હશે. 

બુમરાહના વર્લ્ડ કપમાંથી બહાર હોવાના સમાચાર પર શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બોલર દિલહારા ફર્નાન્ડોએ કહ્યું છે કે ભારતને વર્લ્ડ કપ 2023 માટે બુમરાહની સૌથી વધુ જરૂર પડશે. દિલહારા ફર્નાન્ડોએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે ભારતને વર્લ્ડ કપ 2023 માટે રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહની સૌથી વધુ જરૂર પડશે. ફર્નાન્ડોએ કહ્યું છે કે બુમરાહ ગેમ ચેન્જર બોલર છે અને વિશ્વ કપમાં યજમાનોને તેની સૌથી વધુ જરૂર પડશે. બુમરાહ વર્લ્ડ કપમાં ટીમનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે. 

IPL 2023: ક્રિકેટ બાદ હવે એક્ટિંગ કરતા જોવા મળશે રોહિત-સૂર્યા, મુંબઈ ઈન્ડિયન્સે શેર કર્યો વીડિયો

આઈપીએલ 2023 શરૂ થવા જઈ રહી છે. IPLની 16મી સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે રમાશે. IPLની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે શાનદાર પુનરાગમન કરવા માટે તૈયાર છે. 5 વખત આઈપીએલ ટાઈટલ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2022માં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે 10માં સ્થાને હતી. આઈપીએલની છેલ્લી સિઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે ઘણી બેકાર હતી, પરંતુ આ સિઝનમાં તેઓ જોરદાર વાપસી કરી શકે છે. જો કે, મેદાન પર શાનદાર પ્રદર્શન કરતા પહેલા  રોહિત શર્મા અને તેની પલ્ટન તમારા ટીવી અને મોબાઈલની સ્ક્રીન પર ધમાલ મચાવશે. આ માટે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા તેમજ ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા આઈપીએલના પ્રોમોના શૂટિંગમાં વ્યસ્ત છે. મુંબઈ ઈન્ડિયન્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ ખેલાડીઓના પ્રોમો શૂટનો એક વીડિયો શેર કર્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સ ઘણા વર્ષો પછી બુમરાહ અને પોલાર્ડ વગર જોવા મળશે

તમને જણાવી દઈએ કે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ગત વર્ષ બહુ સારું રહ્યું ન હતું.  તેથી મુંબઈની પલ્ટન આ વખતે વાપસી કરવા મેદાનમાં ઉતરશે.  તેમની ટીમના કેટલાક ખેલાડીઓ જીત મેળવવા  પોતાનું સંપૂર્ણ અને શ્રેષ્ઠ યોગદાન આપી શકે છે. જોકે, આ વખતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં  કિરોન પોલાર્ડ નહીં હોય, જે છેલ્લા ઘણા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો હતો. પોલાર્ડ હવે આઈપીએલમાંથી નિવૃત્ત થઈ ગયો છે અને તે મુંબઈ ઈન્ડિયન્સનો નવો બેટિંગ કોચ છે. આ સ્થિતિમાં પોલાર્ડ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈ જશે પરંતુ મેદાન પર રમતા જોવા નહીં મળે. આ સિવાય જસપ્રીત બુમરાહના રૂપમાં મુંબઈને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Embed widget