શોધખોળ કરો
Advertisement

ભારતીય ટીમનો આ સ્ટાર બૉલર અને સ્પિનર ઈઝાના કારણે આઈપીએલમાંથી બહાર, બે મહિના નહીં રમી શકે
અનુભવી લેગ સ્પિનરને કોલકત્તા સામેની મેચમાં જમણાં હાથની આંગણીમાં ઇજા થઇ હતી, જેના કારણે ફેક્ચર થઇ ગયુ છે. ઇજાના કારણે હવે અમિત મિશ્રાને આઇપીએલની આખી સિઝનમાંથી બહાર થવુ પડ્યુ છે

ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ આઇપીએલ 2020ની સિઝનમાં સૌથી બેસ્ટ પ્રદર્શન કરી રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર બૉલર અમિત મિશ્રા આખી આઇપીએલની સિઝનમાંથી બહાર થઇ ગયો છે. અનુભવી લેગ સ્પિનરને કોલકત્તા સામેની મેચમાં જમણાં હાથની આંગણીમાં ઇજા થઇ હતી, જેના કારણે ફેક્ચર થઇ ગયુ છે. ઇજાના કારણે હવે અમિત મિશ્રાને આઇપીએલની આખી સિઝનમાંથી બહાર થવુ પડ્યુ છે.
દિલ્હી કેપિટલ્સની અગાઉની મેચ કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે 3 ઓક્ટોબરે રમાઇ હતી, જેમાં 37 વર્ષીય અમિત મિશ્રા નીતિશ રાણાનો કેચ પકડવાની કોશિશ કરવા જઇ રહ્યો હતો, તે દરમિયાન તેને આંગળીમાં ઇજા થઇ હતી. જોકે તે મેચમાં તેને બૉલિંગ કરી હતી બાદમાં મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ તેની આંગળીમાં ફેક્ચર હોવાનુ જાણવા મળ્યુ હતુ.
લેગ સ્પિનર અમિત મિશ્રાને લઇને દિલ્હી કેપિટલ્સની ટીમ મેનેજમેન્ટે જણાવ્યું કે, મિશ્રાની રિંગ ફિંગરમાં ફેક્ચર થયુ છે, આ કારણે તે આઈપીએલ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. અમે તેના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. મિશ્રાએ આઈપીએલ 2020માં ત્રણ મેચમાં ત્રણ વિકેટ ઝડપી છે.
37 વર્ષીય લેગ સ્પિનર અમિત મિશ્રા આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો બોલર છે. આ લીગમાં તેણે 160 વિકેટ ઝડપી છે. લિસ્ટમાં પ્રથમ નંબરે લસિથ મલિંગા છે. તેણે 170 વિકેટ લીધી છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે પણ મિશ્રાની ઇજાને ટીમ માટે ખરાબ ગણાવી છે. અય્યરનુ કહેવુ છે કે મિશ્રા સારા ફોર્મમાં છે, અને તેને સ્પિન ટ્રેક પર ઇજા થવી ટીમ માટે સમસ્યા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી કેપિટલ્સ આ સિઝનમાં જબરદસ્ત ફોર્મમાં છે, અને પાંચ મેચોમાંથી ચાર મેચ જીતીને પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
