IND vs NZ T20I: બીજી મેચમાં પણ સંજુ સેમસનને 'બાકડે' બેસાડી રખાતા ચાહકો લાલઘુમ
સૌકોઈના આશ્ચર્ય વચ્ચે સંજુ સેમસનને પડતો મુકવામાં આવ્યો હતો. ચાહકોને આશા હતી કે, આ મેચમાં સંજુને શામેલ કરવામાં આવશે પણ તેને બહાર બેસાડવામાં આવતા લોકો બરાબરના ભડક્યા છે.
IND vs NZ 2nd T20I : ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટી20 શ્રેણીની પહેલી મેચ વરસાદમાં ધોવાયા બાદ આજે બીજી મેચ રમાઈ હતી. જેમાં સૌકોઈના આશ્ચર્ય વચ્ચે સંજુ સેમસનને પડતો મુકવામાં આવ્યો હતો. ચાહકોને આશા હતી કે, આ મેચમાં સંજુને શામેલ કરવામાં આવશે પણ તેને બહાર બેસાડવામાં આવતા લોકો બરાબરના ભડક્યા છે.
મેચ માઉન્ટ માઉંગાનુઈના બે'ઓવલમાં રમાઈ રહી છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી રહી હતી. ટીમના સ્ટાર ખેલાડી સંજુ સેમસનને પણ આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાંથી ફરી એકવાર બહાર રાખવામાં આવ્યો હતો. સંજુને આજે પસંદ કરવામાં આવશે તેવી પ્રબળ શક્યતા હતી.
ચાહકોમાં ભારોભાર રોષ
પ્લેઈંગ ઈલેવનમાં સંજુને ન જોઈને ફેન્સ ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. ચાહકોએ ટ્વિટર દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ અગાઉ પણ સંજુની ટી-20 વર્લ્ડકપ 2022ની ટીમમાં પસંદગી ન થતાં ફેન્સ લાલચોળ જોવા મળ્યા હતા. હવે ફરી એકવાર ચાહકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. કેપ્ટન હાર્દિક પંડ્યાના આ નિર્ણયથી ફેન્સ ખૂબ જ નારાજ છે. સંજુએ 2015માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતું, ત્યારથી તે ટીમ ઈન્ડિયા માટે માત્ર 16 ટી20 ઈન્ટરનેશનલ મેચ જ રમી શક્યો છે. ફેન્સ પોતપોતાની રીતે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળે છે.
ચાહકોએ આ રીતે ગુસ્સો વ્યક્ત કર્યો
It's not Sanju Samson lost its India's lost
— AVI.29 🇮🇳 (@CricketLover015) November 20, 2022
He is Gem but Bcci can't afford this gem #SanjuSamson
#NZvIND pic.twitter.com/q8nU4mwsTU
It's not his lose
— Ekansh Rai (@EkanshRai9) November 20, 2022
It's your lose
U have not learnt anything from WC defeat #justiceforsanju Sanju Samson, Umran Malik pic.twitter.com/FvqvuxC1Kf
Sanju Samson should leave ICT if he not get chances in upcoming matches 😐 #NZvIND pic.twitter.com/hlqAmovp4M
— AVI.29 🇮🇳 (@CricketLover015) November 20, 2022
Why ishan kishan over Sanju samson I was eagerly waiting for Rishab pant and Sanju samson left right combination as opener
— Registanroyals (@registanroyals) November 20, 2022
How dumb management can be?#Sanjusamson #INDvNZ pic.twitter.com/yIDqlq7yv0
No Sanju Samson in Playing 11
— Arbaaz (@_arbaazali) November 20, 2022
Injustice with his talent 😥#SanjuSamson #NZvIND #AmazonPrime pic.twitter.com/mzPcz8D9YI
A look at our Playing XI for the 2nd T20I.
— BCCI (@BCCI) November 20, 2022
Live - https://t.co/OvmynDiyd8 #NZvIND pic.twitter.com/WVZj6znsg8
ટીમ ઈન્ડિયા
ઈશાન કિશન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
ટીમ ન્યુઝીલેન્ડ
ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઈશ સોઢી, એડમ મિલ્ને, લોકી ફર્ગ્યુસન.