શું ક્રિકેટમાં વિકેટકીપર સિવાય કોઇ ફિલ્ડર હાથમાં ગ્લવ્ઝ પહેરીને પકડી શકે બૉલ ? જાણો શું છે રોચક નિયમ
ક્રિકેટના મેદાનમાં ફિલ્ડિંગ ટીમ પાસે વિકેટકીપર હોય છે, જે ગ્લવ્ઝ પહેરીને વિકેટકીપિંગ કરે છે, તમે ક્યારેય અન્ય કોઈ ખેલાડીના હાથમાં ફિલ્ડિંગ દરમિયાન ગ્લવ્ઝ પહેરેલા નથી.
Wicketkeeper's Gloves Rule: ક્રિકેટની રમતમાં કેટલાય નિમયો અવા છે જેના વિશે માત્ર ક્રિકેટ સાથે જોડાયેલા સ્પૉર્ટસ પર્સન અને ખેલાડીઓ જ જાણે છે, એટલે કે ખેલાડીઓ, કૉચ, એમ્પાયર અને કૉમેન્ટેટર સહિતના લોકો જ જાણે છે, સામાન્ય ક્રિકેટ ફેન્સ આ નિયમોથી અજાણ હોય છે. ઘણીવાર ક્રિકેટમાં એવી ઘટના બની જાય છે, જે નિયમ પ્રમાણે યોગ્ય અને બરાબર સાચી હોય છે પરંતુ ક્રિકેટ ફેન્સ તેને ખોટી ફેરવે છે, આવું એટલા માટે બને છે કેમ કે ક્રિકેટના નિયમો દરેકને ખબર નથી હોતા. જાણો ખાસ અને દિલચસ્પ નિયમ વિશે...
ક્રિકેટના મેદાનમાં ફિલ્ડિંગ ટીમ પાસે વિકેટકીપર હોય છે, જે ગ્લવ્ઝ પહેરીને વિકેટકીપિંગ કરે છે, તમે ક્યારેય અન્ય કોઈ ખેલાડીના હાથમાં ફિલ્ડિંગ દરમિયાન ગ્લવ્ઝ પહેરેલા નથી. માત્ર વિકેટકીપરને જ ગ્લવ્ઝ વડે બૉલ પકડવાનો અધિકાર છે. પરંતુ જો ફિલ્ડિંગ ટીમના વિકેટકીપર સિવાય કોઈ અન્ય વ્યક્તિ તેના ગ્લવ્ઝ વડે બૉલને પકડે તો શું થાય ? જાણો આ રોચક નિયમ વિશે...
આવામાં પાંચ રનની પેનલ્ટી તરીકે બેટિંગ કરનાર ટીમના ખાતામાં 5 રન ઉમેરાય છે, એટલા માટે માત્ર વિકેટકીપરને જ ગ્લવ્ઝ વડે બૉલને પકડવાનો અધિકાર છે. નહિંતર, જો ટીમનો કોઈપણ ખેલાડી આવો બૉલ પકડે છે, તો સમગ્ર ટીમને તેનો માર સહન કરવો પડે છે.
શું કહે છે નિયમ ?
ક્રિકેટના નિયમો બનાવનારી સંસ્થા મેરીલેબૉન ક્રિકેટ ક્લબ (MCC) ના નિયમ 28.2.1.1 મુજબ, જો કોઈ ફિલ્ડર તેના શરીર સિવાયના કોઈપણ કપડાં, ગ્લવ્ઝ, હેલ્મેટ, ગૉગલ્સ વગેરેનો ઉપયોગ કરે છે, તો વિરોધી ટીમને પેનલ્ટીના રૂપમાં 5 રન આપવામાં આવશે, પેનલ્ટી રન ઉપરાંત જો બેટ્સમેન ભાગીને રન લે છે, તો તે રન પણ ઉમેરવામાં આવે છે.
ક્યારે ક્યારે થશે 5 રનોની પેનલ્ટી -
- જો ફિલ્ડિંગ ટીમ જાણીજોઇને બેટ્સમેનને રોકતી જણાય.
- કોઇ ફિલ્ડર એમ્પાયરની પરમીશન વિના જ મેદાન પર ફિલ્ડિંગ માટે આવી જાય.
- ફેક ફિલ્ડિંગ કરવી એટલે કે બેટ્સમેનને ચકમો આપવા માટે ખોટી ફિલ્ડિંગ કરવી.
- જો કોઇ ફિલ્ડર બૉલને પોતાના શરીર અને હાથ ઉપરાંત કોઇ બીજી વસ્તુ (ગ્લવ્ઝ, ચશ્મા, ટોપી વગેરે)થી પકડે છે.
Babar THE WICKET KEEPER 😭🤩😂#PAKvWI #BabarAzam𓃵 pic.twitter.com/leS2Hu51t1
— Aimen (@AimenTweets8) June 10, 2022
બાબર આઝમે પકડ્યો હતો ગ્લવ્ઝથી બૉલ -
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ફિલ્ડિંગ દરમિયાન ગ્લવ્ઝ પહેરીને બૉલને પકડ્યો હતો, જેના કારણે વિપક્ષી ટીમને પેનલ્ટી તરીકે 5 રન આપવામાં આવ્યા હતા. આ ઘટના 2022માં પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી વનડે મેચ દરમિયાન બની હતી. બાબરનો તેના ગ્લવ્ઝ વડે બૉલ પકડવાનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.