શોધખોળ કરો
Advertisement
IPL 2020: ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફમાંથી બહાર થતાં જ CSKના આ દિગ્ગજ ખેલાડીએ લીધો ક્રિકેટ છોડવાનો ફેંસલો, જાણો વિગતે
ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ વખત આઈપીએલમના પ્લેઓફમાં ક્વોલીફાઈ નથી કરી શકી.
IPL 2020: અનુભવી ક્રિકેટર અને ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનિંગ બેટ્સમેન શેન વોટ્સને તમામ પ્રકારના ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પહેલા જ નિવૃત્તિ જાહેર કરી ચુક્યો છે. ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ વખત આઈપીએલમના પ્લેઓફમાં ક્વોલીફાઈ નથી કરી શકી. તે સીએસકે ઉપરાંત રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્ડર્સ બેંગ્લોર માટે રમી ચુક્યો છે. વર્ષ 2008માં વોટસને રાજસ્થાન રોયલ્સને ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, વોટસને અંતિમ લીગ મેચ બાદ સીએસકેના ડ્રેસિંગ રૂમમાં સંન્યાસની વાત સાથી ખેલાડીઓને કરી હતી. આ દરમિયાન તે ઘણો ભાવુક હતો. તેણે કહ્યું, ફ્રેન્ચાઇઝી માટે રમવું મારા માટે સૌભાગ્યની વાત છે. અહેવાલ મુજબ વોટસનને સીએસકેના સપોર્ટ સ્ટાફામાં સામેલ કરવામાં આવી શકે છે.
શેન વોટસન આઈપીએલ 2020માં કંઈ ખાસ દેખાવ કરી શક્યો નથી. તેણે 11 મેચમાં 29.90ની સરેરાશથી 299 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે અડધી સદી મારી હતી અને તેનો સ્ટ્રાઇક રેટ 121.05 રહ્યો હતો.
સીએસકેના અધિકારીના જણાવ્યા મુજબ, તેણે હંમેશા સારું પ્રદર્શન કર્યુ છે. ધોનીએ તેનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો છે. વોટસને આઈપીએલમાં 145 મેચમાં 30.99ની સરેરાશથી 3874 રન બનાવ્યા છે. જેમા તેનો સર્વોચ્ચ સ્કોર 117 રન છે. વોટસને આઈપીએલમાં 4 સદી અને 21 ફિફ્ટી ફટકારી છે. ઉપરાંત 92 વિકેટ પણ ઝડપી છે.
એક્સિડેંટના સમયે આ રીતે તમારો જીવ બચાવે છે કારમાં લાગેલી એરબેગ, જાણો કેવી રીતે કરે છે કામ
IPL 2020: હજુ સુધી કેમ જોવા નથી મળ્યો અંબાણી પરિવાર, જાણો શું છે મોટું કારણ
રિઝર્વ બેંકે છ હજાર કરોડ રૂપિયાનું સોનું વેચવું પડ્યું, જાણો શું છે કારણ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion