શોધખોળ કરો
Advertisement
DC vs SRH, Qualifier 2: દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે આજે નિર્ણાયક મેચ, બન્ને ટીમની આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
આઈપીએલ 2020નો બીજો ક્વાલીફાયર મુકાબલો આજે સાંજે 7:30 વાગ્યે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે અબુ ધાબીના શેક જાયદ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
અબુ ધાબી: આઈપીએલ 2020નો બીજો ક્વાલીફાયર મુકાબલો આજે સાંજે 7:30 વાગ્યે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે અબુ ધાબીના શેક જાયદ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં જીતનારી ટીમ 10 નવેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ફાઈનલ રમશે. જ્યારે હારનારી ટીમ માટે આ ટૂર્નામેન્ટ સમાપ્ત થઈ જશે.
આ મેચમાં હૈદરાબાદનો તોફાની બેટ્સમેન અને વિકેટકીપર રિધ્ધિમાન સહા રમવા ઉતરશે કે નહીં તે અંગે ચાહકોમાં ઉત્સુકતા છે. જો કે, રિદ્દિમાન સાહાને લઈ હાલ કોઈ અપડેટ આવ્યા નથી. બેંગ્લોર સામેની મેચમાં ઈજાના કારણે સહાને બહાર રાખવો પડ્યો હતો. સહાને પેઢુમાં ઈજા થતાં બહાર રહેવું પડ્યું હતું. જો સાહા ફીટ હશે તો શ્રીવાસ્ત ગોસ્વામીની જગ્યાએ ટીમમાં વાપસી કરશે. દિલ્હી કેપિટલ્સની ટીમ આ મહત્વના મુકાબલામાં કેટલાક ફેરફાર સાથે ઉતરી શકે છે.
બન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
દિલ્હી કેપિટલ્સ - અજિંક્ય રહાણે, શિખર ધવન, શ્રેયસ અય્યર(કેપ્ટન), રિષભ પંત(વિકેટકીપર), શિમરન હેટમાયર, માર્કસ સ્ટોઈનિસ, અક્ષર પટેલ, આર અશ્વિન, હર્ષલ પટેલ, એનરિક નોર્ટજે અને કગીસો રબાડા
સનરાઈજર્સ હૈદરાબાદ - ડેવિડ વોર્નર, શ્રીવસ્ત ગોસ્વામી/ રિદ્દિમાન સાહા (વિકેટકીપર), મનીષ પાંડે, કેન વિલિયમસન, પ્રિયમ ગર્ગ, જેસન હોલ્ડર, અબ્દુલ સમદ, રાશિદ ખાન, શાહબજ નદીમ, ટી નટરાજન અને સંદીપ શર્મા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement