શોધખોળ કરો
Advertisement
KXIP vs RCB: વિરાટ કોહલી પર IPLએ લગાવ્યો 12 લાખ રૂપિયાનો દંડ, જાણો શું છે કારણ
કિંગ્સ ઇલેવન પંજાબ માટે કેએલ રાહુલે 69 બોલરમાં 132 રન બનાવ્યા અને તેની સાથે જ કેટલાક નવા રેકોર્ડ્સ પણ બનાવ્યા.
નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીને 12 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. આ દંડ તેમને કિંગ્સ ઇલેવન પંજાબ વિરૂદ્ધ સ્લો ઓવર-રેટ માટે લગાવવામાં આવ્યો છે. ગઈકાલે કોહલીની ટીમ 97 રને મેચ હારી ગઈ હતી. એટલું જ નહિં કેપ્ટન કોહલી તમામ મોરચે ગઈકાલે નિષ્ફળ ગયો. એટલે કે તેની કેપ્ટનશિપ, બેટિંગ અને બોલિંગની રણનીતિ એકદમ બેકાર રહી.
આઈઈપેલની પ્રેક રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, “આ સીઝનમાં આ તેમની ટીમની પ્રથમ ભૂલ હતી માટે આઈપીએલ કોડ ઓફ કન્ડકન્ટ અંતર્ગત મિનિમમ ઓવર રેટની ભૂલને કારણે વિરાટ કોહલી પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.” આ રાત વિરાટ કોહલી માટે સારી ન રહી. તેને સેન્ચુરી મારનાર કેએલ રાહુલના બે કેચ છોડ્યા, જે તેની ટીમને ખૂબ જ મોંઘા પડ્યા. કોહલીએ કોઈ ખાસ રન પણ ન બનાવ્યા.
બે વખત છોડ્યો કેએલ રાહુલનો કેચ
કિંગ્સ ઇલેવન પંજાબ માટે કેએલ રાહુલે 69 બોલરમાં 132 રન બનાવ્યા અને તેની સાથે જ કેટલાક નવા રેકોર્ડ્સ પણ બનાવ્યા. કોહલીએ રાહુલના બે કેચ છોડ્યા. પ્રથમ 17મી ઓવરના ડીપ સ્ક્વેર લેગ પર જ્યારે રાહુલ 83 રન પર રમી રહ્યો હતો અને ત્યાર બાદ 18મી ઓવરમાં જ્યારે તે 89 રન પર હતો. આ બે કેચ છૂટવાને કારણે કિંગ્સ ઇલેવન પંજાબનો સ્કોર 3 વિકેટ પર 206 રન સુધી પહોંચી ગયો હતો.
મેચમાં હાર બાદ વિરાટ કોહલીએ શું કહ્યું?
મેચ પૂરી થયા બાદ વિરાટ કોહલીએ સ્લો ઓવર રેટને લઈને કહ્યું, “મારે સામે રહેવું પડશે અને તેના માટે ભોગવવું પડશે, આ સારો દિવસ ન રહ્યો. જ્યારે રાહુલ સેટ હતો, તો કેટલીક સારી તક મળી હતી.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion