શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ ખેલાડીએ પકડ્યો આઇપીએલનો બેસ્ટ કેચ, ડાઇવ લગાવીને કેચ પકડતો વીડિયો વાયરલ
રવિવારે રમાયેલી આઇપીએલની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની ટક્કર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થઇ હતી. આ મેચમાં મનિષ પાંડેએ ડાઇવ લગાવીને એક શાનદાર કેચ પકડ્યો હતો
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. દરેક ખેલાડી પોતાની સ્કીલ અને તાકાત બતાવી રહ્યાં છે. શાનદાર સિક્સથી માંડીને ફિલ્ડિંગ અને કેચના વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે એક દિલધડક કેચનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેને આઇપીએલનો બેસ્ટ કેચ ગણાવવામાં આવી રહ્યો છે. આ કેચ સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડી મનિષ પાંડેએ કર્યો છે. રવિવારે રમાયેલી આઇપીએલની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની ટક્કર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થઇ હતી. આ મેચમાં મનિષ પાંડેએ ડાઇવ લગાવીને એક શાનદાર કેચ પકડ્યો હતો.
ખરેખરમાં, મેચ દરમિયાન મુંબઇના બેટ્સમેન ઇશાન કિશને એક શૉટ ફટકાર્યો હતો, ઇશાને 15મી ઓવરમાં સંદિપ શર્માની ઓવરમાં લૉન્ગ ઓન પર એક ફટકો માર્યો, મનિષ પાંડેએ આન ડાઇવ લગાવીને કેચ પકડી લીધો હતો. આ કેચને આ ટૂર્નામેન્ટના સૌથી બેસ્ટ કેચમાં સામેલ કરવામાં આવ્યો હતો, આનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. એટલુ જ નહીં મનિષ પાંડેએ મેચમાં 19 બૉલમાં 30 રનની ઉપયોગી ઇનિંગ પણ રમી હતી.
નોંધનીય છે કે, મુંબઇ અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં મુંબઇએ શાનદાર જીત મેળવી લીધી હતી. મુંબઇએ પહેલા બેટિંગ કરતા 209 રનોનો ઢગલો ખડકી દીધો હતો, લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 174 રન જ બનાવી શકી હતી. મેચને મુંબઇએ આસાનીથી જીતી લીધી હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
શિક્ષણ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion