શોધખોળ કરો
Advertisement
IPL 2020: પંજાબે દિલ્હીને 5 વિકેટથી આપી હાર, ધવનની સદી એળે ગઈ
મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 35મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાયો હતો. મેચ જીતવા 165 રનના લક્ષ્યાંકને પંજાબે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવાની હાંસલ કર્યો હતો.
પંજાબ તરફથી નિકોલસ પૂરને 28 બોલમાં 53 રન, ક્રિસ ગેઇલે 13 બોલમાં 29 રન, રાહુલે 11 બોલમાં 15 રન, મેક્સવેલે 24 બોલમાં 32 રન બનાવ્યા હતા. દિલ્હી તકફથી રબાડાને 2, અક્ષર પટેલ તથા અશ્વિનને 1-1 વિકેટ મળી હતી.
મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં વિકેટના નુકસાન પર રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી શિખર ધવન બોલમાં રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. પૃથ્વી શૉએ 7 રન, શ્રેયસ ઐયર અને રિષભ પંતે 14-14 તથા સ્ટોયનિસે 9 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી મેક્સવેલ, અશ્વિન અને નીશમે 1-1 વિકેટ લીધી હતી.
દિલ્હીની આજની ટીમ: પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ ઐયર (કપ્તાન), ઋષભ પંત, શિમરોન હેટમાયર, ડેનિયલ સેમ્સ, માર્કસ સ્ટોઈનિસ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, તુષાર દેશપાંડે, કગીસો રબાડા
પંજાબની આજની ટીમ: લોકેશ રાહુલ (કપ્તાન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, દિપક હુડા, એમ. અશ્વિન, જેમ્સ નીશમ, મોહમ્મદ શમી, રવિ બિશ્નોઇ અને અર્શદીપ સિંહ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion