શોધખોળ કરો

IPL દુબઈમાં રમાડવાનો તખ્તો તૈયાર, જાણો કઈ તારીખથી શરૂ થશે? ક્યારે રમાશે ફાઈનલ?

સુત્રો અનુસાર, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2020) 19 સપ્ટેમ્બરથી યૂએઈઈમાં શરૂ થઈ શકે છે અને ફાઈનલ મેચ 8 નવેમ્બરે રમાઈ શકે છે. બીસીસીઆઈના ટોચના સૂત્રોએ ગુરુવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને આ જાણકારી આપી છે

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં રમાનારો 2020નો ટી20 વર્લ્ડકપ આઇસીસી દ્વારા રદ્દ કરાયા બાદ, હવે ઇન્ડિયન પ્રીમિયર લીગના આયોજનનો રસ્તો સાફ થઇ ગયો છે. બીસીસીઆઇએ વર્લ્ડકપ રદ્દ થતાંની સાથે જ આઇપીએલ રમાડવાનો તખ્તો ગોઠવી દીધો છે. BCCIથી સંકળાયેલા ટોચના સૂત્રોએ ગુરૂવારે ન્યૂઝ એજન્સીને આ માહિતી આપી હતી. આગામી અઠવાડિયે IPLની ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગમાં આ નિર્ણય લેવાઇ જશે. BCCIએ દરેક ફ્રેન્ચાઇઝને આ પ્લાન અંગે જાણકારી આપી દીધી છે. સુત્રો અનુસાર, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2020) 19 સપ્ટેમ્બરથી યૂએઈઈમાં શરૂ થઈ શકે છે અને ફાઈનલ મેચ 8 નવેમ્બરે રમાઈ શકે છે. બીસીસીઆઈના ટોચના સૂત્રોએ ગુરુવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને આ જાણકારી આપી છે. આઈપીએલ સંચાલન પરિષદની આગામી સપ્તાહે બેઠક મળશે જેમાં તેને અંતિમ રૂપ આપવાની સાથે કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે. કહેવાય છે કે, બીસીસીઆઈએ પોતાની યોજના વિશે ફ્રેન્ચાઈઝીને જાણકારી આપી દીધી છે. બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ કહ્યું કે, ‘પૂરી શક્યતા છે કે આઈપીએલ 19 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ જશે અને ફાઈનલ આઠ નવેમ્બરના રોજ રમાશે. આ રીતે આ 51 દિવસ સુધી ચાલશે અને આ ફ્રેન્ચાઈઝી અને પ્રાસરકો ઉપરાંત અન્ય હિતધાકરો માટે અનુકૂળ હશે.’ આઈસીસીએ ઓક્ટોબર નવેમ્બરમાં રમાનાર ટી20 વર્લ્ડકપ રદ્દ કરવાનો નિર્ણય કર્યા બાદ આઈપીએલનું આયોજન શક્ય થઈ શક્યું છે. પહેલા એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે, આ ટૂર્નામેન્ટ 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે, પરંતુ હવે આ ટૂર્નામેન્ટ એક અઠવાડિયા પહેલા શરૂ કરવામાં આવી શકે છે. IPL દુબઈમાં રમાડવાનો તખ્તો તૈયાર, જાણો કઈ તારીખથી શરૂ થશે? ક્યારે રમાશે ફાઈનલ? અધિકારીએ કહ્યું કે, ‘ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાની સરકારના નિયમો અનુસાર ત્યાં પહોંચવા પર 14 દિવસ સુધી કોરેન્ટાઈનમાં રહેવું પડશે. તેમાં વિલંબથી મુશ્કેલી થઈ શકે છે.’ તેમણે કહ્યું કે, ‘આ 51 દિવસના કાર્યક્રમની સારી વાત એ હશે કે તેમાં એક દિવસમાં બે મેચનું આયોજન ઓછું થશે. સાત સપ્તાહ સુધી ટૂર્નામેન્ટ ચાલવાથી અમેપાંચ દિવસ બે મેચના આયોજનના મૂળ કાર્યક્રમ પર ટકી રહીશું.’ દરેક ટીમને પ્રેક્ટિસ માટે એક મહિના સુધીના સમયની જરૂર પડશે અને એવામાં ફ્રેન્ચાઈઝી 20 ઓગસ્ટ સુધીમાં આયોજન સ્થળ પર પહોંચી જશે. તેનાથી તેમને તૈયારી કરવા માટે ચાર સપ્તાહનો સમય મળી જશે. IPL દુબઈમાં રમાડવાનો તખ્તો તૈયાર, જાણો કઈ તારીખથી શરૂ થશે? ક્યારે રમાશે ફાઈનલ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget