શોધખોળ કરો
IPL 2020: મેચ બાદ ધોનીએ પોતાને ક્લિન બૉલ્ડ કરનારા વરુણને પાસે બોલાવીને શું આપી સલાહ, વીડિયો થયો વાયરલ
વરુણ ચક્રવર્તીની ધાતક બૉલિંગ જોઇને ધોની પણ દંગ થઇ ગયો, મેચમાં જીત મળ્યા બાદ ધોનીએ વરુણ ચક્રવર્તીને પાસે બોલાવીને ક્રિકેટની કેટલીક ટિપ્સ અને સલાહ આપી હતી

તસવીરઃ કેકેઆર ટ્વીટર હેન્ડલ
નવી દિલ્હીઃ આઇપીએલ 2020ની 49મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે શાનદાર જીત મેળવી, કોલકત્તાને 6 વિકેટથી હરાવીને ચેન્નાઇએ કેકેઆરની પ્લેઓફની રાહ વધુ મુશ્કેલ બનાવી દીધી છે. મેચમાં ખાસ ઘટના ધોનીની વિકેટ રહી. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સિલેક્ટ થયેલા સ્પિનર વરુણ ચક્રવર્તીએ ધોનીને આ સિઝનમાં સતત બે મેચોમાં બે વાર ક્લિન બૉલ્ડ કરીને ઇતિહાસ રચી દીધો છે. વરુણ ચક્રવર્તીની ધાતક બૉલિંગ જોઇને ધોની પણ દંગ થઇ ગયો, મેચમાં જીત મળ્યા બાદ ધોનીએ વરુણ ચક્રવર્તીને પાસે બોલાવીને ક્રિકેટની કેટલીક ટિપ્સ અને સલાહ આપી હતી. મેચ બાદ ટિપ્સ વરુણને ટિપ્સ આપતો દેખાયો ધોની મેચ બાદ ધોની વરુણ ચક્રવર્તીને ગેમ ટિપ્સ આપતા દેખાયો. કેકેઆરે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આ વીડિયોને શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે વરુણ ચક્રવર્તીએ ગયા અઠવાડિયે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચમાં 20 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. વરુણે આ સિઝનમાં 12 મેચોમાં કુલ 15 વિકેટ લીધી છે. નોંધનીય છે કે મેચમાં પહેલા બેટિંગ કરતા કેકેઆરે 20 ઓવરમાં 5 વિકટેના નુકશાને 172 રન બનાવ્યા હતા, ટીમમાં નીતિશ રાણાએ 87 રનની ઇનિંગ રમી હતી, રાણા સિવાય ટીમમાંથી કોઇપણ બેટ્સમેન ચાલ્યો નહીં. વળી, સામે ચેન્નાઇ તરફથી લુંગી એનગીડીએ 2 વિકેટ અને જાડેજા, કર્ણ શર્મા, સેન્ટનરે એક-એક વિકેટ ઝડપી હતી.
વધુ વાંચો




















