શોધખોળ કરો
Advertisement
IPL 2020: ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના એક ખેલાડીને કોરોના, 12 સપોર્ટ સ્ટાફ પણ કોરોના સંક્રમિત
ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સનો એક ખેલાડી કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. આ ટીમના 12 સપોર્ટ સ્ટાફ પણ સંક્રમિત છે.
નવી દિલ્હી: આઇપીએલ માટે તમામ ટીમો યુએઇ પહોંચી ગઇ છે. દરેક ખેલાડીઓ કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે હાલ ક્વૉરન્ટાઇનમાં રહી રહ્યાં છે. તેની વચ્ચે ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સનો એક ખેલાડી કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. આ ટીમના 12 સપોર્ટ સ્ટાફ પણ સંક્રમિત છે. સૂત્રોએ આ જાણકારી આપી હતી.
સૂત્રો અનુસાર, કોરોના કેસ સામે આવ્યા બાદ ટીમનો એક સપ્તાહ માટે ક્વોરંટાઈન પીરિયડ વધારી દેવામાં આવ્યો છે. યૂએઈમાં તમામ ટીમો માટે 6 દિવસનો ક્વોરન્ટાઈન પીરિયડ છે.
તેની સમય સીમાં ગઈકાલે સમાપ્ત થઈ રહી છે, તે પહેલાજ કોરોના કેસ સામે આવતા ટીમના ખેલાડી હાલ ક્વોરન્ટાઈનમાં જ રહેશે. તમામ ખેલાડીઓની હવે ચોથી વખત કોરોના ટેસ્ટ થશે.
આઈપીએલના એક વરિષ્ઠ સૂત્રએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, “હાલમાં જ ભારત માટે રમનાર એક મધ્યમ ગતિનો બોલર સિવાય ફ્રેન્ચાઈજીના કેટલાક સહયોગી સભ્ય કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા છે. ”
તેમણે જણાવ્યું કે, અમને જાણકારી મળી છે કે, સીએસકેના મેનેજમેન્ટ સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારી અને તેમના પત્ની સિવાય ફ્રેન્ચાઈજીની સોશિયલ મીડિયા ટીમમાં ત્રણ જેટલા સભ્ય પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement