શોધખોળ કરો
Advertisement
આઇપીએલમાં હૈદરાબાદ સામે મળેલી અદભૂત જીત બાદ ખુશ થઇ ગયેલા કેપ્ટન રાહુલે કરી દીધો આ મોટો દાવો, જાણો વિગતે
રાહુલનુ કહેવુ છે કે તેની ટીમે વાપસીની પુરેપુરી કોશિશ કરી છે, તેમને કહ્યું- બે મહિનામાં ઘણુબધુ બદલાઇ શકે છે, સ્ટાફે ખુબ મહેનત કરી, અમે પૉઇન્ટ ટેબલમાં સૌથી નીચે હોવા છતાં ગભરાયા નથી
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં શનિવારે એક રોમાંચક મેચ જોવા મળી. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને લૉ સ્કૉરિંગ મેચમાં 12 રને માત આપી. મેચમાં લગભગ પંજાબની ટીમ હારની કગાર પર આવી ગઇ હતી, પરંતુ અંતે હૈદરાબાદને હારનો સામનો કરવો પડ્યો હતો. કિંગ્સ ઇલેવનની આ અદભૂત જીત બાદ પંજાબની કેપ્ટન કેએલ રાહુલ ખુશ થઇ ગયો અને કહ્યું કે તેની ટીમ જીતની આદત પાળતા શીખી રહી છે, જે ટૂર્નામેન્ટના પહેલા હાફના ન હતી.
જીત બાદ રાહુલે ટીમ માટે આનંદ વ્યક્ત કર્યો, તેનુ કહેવુ છે કે તેની ટીમ જીતની આદત પાળી રહી છે. રાહુલે કહ્યું- અમે આની આદત પાળી રહ્યાં છીએ, જીત એક આદત છે, જે અમને પહેલા હાફમાં ન હતી, હુ નિશબ્દ છુ, લૉ સ્કૉરવાળી મેચમાં 10 કે 15 રનનુ મહત્વ પણ જાણવુ જરૂરી છે. તમામે આ જીતમાં યોગદાન આપ્યુ, ખેલાડી જ નહીં, સહયોગી સ્ટાફે પણ.
રાહુલનુ કહેવુ છે કે તેની ટીમે વાપસીની પુરેપુરી કોશિશ કરી છે, તેમને કહ્યું- બે મહિનામાં ઘણુબધુ બદલાઇ શકે છે, સ્ટાફે ખુબ મહેનત કરી, અમે પૉઇન્ટ ટેબલમાં સૌથી નીચે હોવા છતાં ગભરાયા નથી, અમે કોશિશ ચાલુ રાખી અને જીતના પાટા પર પાછા ફરવાનો આનંદ છે.
છેલ્લી ઓવરમાં બાજી પલટાઇ
ઉલ્લેખનીય છે કે કિંગ્સ ઇલેવન પંજાબે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટના નુકશાન પર 126 રન બનાવ્યા હતા, નાના ટાર્ગેટ બનાવ્યો હતો, નાના લક્ષ્યનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત એકદમ શાનદાર રહી, હૈદરાબાદની ટીમે 6.2 ઓવરમાં 56 રન બનાવી લીધા હતા.
હૈદરાબાદને છેલ્લી ચાર ઓવરમાં જીત માટે 27 રન બનાવવાના હતા, અને સાત વિકેટ તેના હાથમાં હતી, પરંતુ ત્યારે મેચ પલટાઇ ગઇ. હૈદરાબાદે પોતાની બાકી બચેલી 7 વિકેટ માત્ર 14 રનની અંદર જ ગુમાવી દીધી, અને તેને 12 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement