શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPLની સૌપ્રથમ વિજેતા રાજસ્થાન રોયલ્સના તત્કાલીન કેપ્ટન શેન વોર્ને વર્તમાન ટીમને લઈ કહી આ મોટી વાત, જાણો વિગત
શેન વોર્ને જણાવ્યું કે, . આ વર્ષે અમે ખરેખર એક સારી ટીમ બનાવી છે, પરંતુ કમનસીબે, અમે બધા એક જ સમયે ક્લિક થયા નથી.
દુબઈઃ કોરોના મહામારીના કારણે આઈપીએલ 2020 હાલ દુબઈમાં રમાઈ રહી છે. આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી અને તે સમયે શેન વોર્નના નેતૃત્વ હેઠળની રાજસ્થાન રોયલ્સે ખિતાબ જીતીને આઈપીએલના પ્રથમ વિજેતા બનવાનો ઈતિહાસ રચ્યો હતો. જોકે તે પછીની દરેક સીઝનમાં રાજસ્થાન રોયલસનો દેખાવ અપેક્ષા મુજબનો રહ્યો નથી. જેને લઈ શેન વોર્ને મોટી વાત કરી હતી.
એક ક્રિકેટ કાર્યક્રમમાં તેણે જણાવ્યું, છેલ્લા 12 વર્ષથી રાજસ્થાન રોયલ્સ સાથેનો અનુભવ આકર્ષક રહ્યો છે. આ વર્ષે અમે ખરેખર એક સારી ટીમ બનાવી છે, પરંતુ કમનસીબે, અમે બધા એક જ સમયે ક્લિક થયા નથી. દુબઈની કેટલીક પરિસ્થિતિઓ થોડી જુદી છે, પરંતુ મને લાગે છે કે ટૂર્નામેન્ટ જેમ આગળ વધશે અને વિકેટ ધીમી પડશે ત્યારે મને લાગે છે કે આપણે થોડી સારી રીતે રમત રમી શકીશું."
તેણે કહ્યું, ક્રિકેટરોએ સલામતીની સાવચેતી રૂપે એકાંતમાં રહેવું પડે છે. તેઓ પરિસ્થિતિઓને પડકારજનક સમજ્યા છે. 2020માં વિશ્વને અણધાર્યા સંજોગોનો સામનો કરવો પડશે તેવુ કોઈએ પણ ધાર્યું નહી હોય. ચાલુ પરિસ્થિતિને કારણે, આ વર્ષે આઇપીએલની આવૃત્તિને દુબઈ ખસેડવામાં આવી છે. વોર્ને સ્વીકાર્યું કે તેમાં સામેલ દરેકે ઘણું એડજસ્ટમેન્ટ કર્યુ છે.
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ લિજેન્ડ અને લેગ સ્પિનર શેન વોર્ને જણાવ્યું કે, આપણે આઈપીએલ 2020ના તમામ ખેલાડીઓની પ્રશંસા કરવાની જરૂર છે. તે પાંચ મહિનાથી ચર્ચામાં રહેતા તેમના માટે સરળ નથી. વોર્ન 2008થી 2011 સુધી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલો રહ્યો હતો અને સાત વર્ષ બાદ તેમની ટીમના મેન્ટર તરીકે આઇપીએલ 2018થી નિમણૂંક થઇ છે.
IPL 2020: સસરાના નિધનના એક દિવસ બાદ જ કોલકાતાના આ ખેલાડીએ રમી આક્રમક ઈનિંગ, મેદાન વચ્ચે જર્સી બતાવીને કર્યુ આમ, જુઓ વીડિયો
કોરોના વાયરસઃ WHOનું મોટું નિવેદન, કહ્યું- કેટલાક દેશો મહામારીના ડેન્જર ટ્રેક પર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
એસ્ટ્રો
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion