શોધખોળ કરો
IPL 2020: સસરાના નિધનના એક દિવસ બાદ જ કોલકાતાના આ ખેલાડીએ રમી આક્રમક ઈનિંગ, મેદાન વચ્ચે જર્સી બતાવીને કર્યુ આમ, જુઓ વીડિયો
રાણાએ ચોથી વિકેટ માટે સુનીલ નરેન સાથે 59 બોલમાં 115 રનની ભાગીદારી કરી હતી. મેદાન પર રાણાએ રમત દરમિયાન તેની ભાવનાનું પણ પ્રદર્શન કર્યુ હતું.

(તસવીર સૌજન્યઃ આઈપીએલ ટ્વિટર)
અબુ ધાબીઃ આજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 42મો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ રહ્યો છે. કોલકાતા નાઇટ રાઇડર્સે આજની મેચમાં યુવા બેટ્સમેન નીતિશ રાણાને ઈનિંગની શરૂઆત કરવા મોકલ્યો હતો. જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવીને શાનદાર ઈનિંગ રમી. ડાબોડી બેટ્સમેને 53 બોલમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 81 રન બનાવ્યા હતા. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. રાણાએ ચોથી વિકેટ માટે સુનીલ નરેન સાથે 59 બોલમાં 115 રનની ભાગીદારી કરી હતી. મેદાન પર રાણાએ રમત દરમિયાન તેની ભાવનાનું પણ પ્રદર્શન કર્યુ હતુ. રાણાએ 35 બોલમાં જ હાફ સેંચુરી ફટકારી હતી. જે બાદ એક જર્સી કાઢી હતી, તેના પર 63 નંબર લખ્યો હતો. રાણાએ તેની અડધી સદી પૂરી કર્યા બાદ કેકેઆરની જર્સી કાઢી હતી, જેના પર 63 નંબર અને સુરેંદર નામ લખ્યું હતું. આ નામનો કોઈ ખેલાડી કેકેઆરમાં નથી. હકીકતમાં સુરેંદર નીતીશ રાણાના સસરા છે. જેનું શુક્રવારે નિધન થયું હતુ. આઈપીએલે રાણાની આ હાફ સેંચુરીનો વીડિયો પોસ્ટ કર્યો છે. કોલકાતાની ટીમ હાલ આઈપીએલમાં ચોથા ક્રમે છે, જ્યારે દિલ્હીની ટીમ બીજા ક્રમે છે. કોલકાતા આજની મેચ જીતશે તો ટોપ-4માં બની રહેશે. અમદાવાદઃ ધનિક પરિવારની મહિલા કોની સાથે શરીર સુખ માણી રહી હતી ને પુત્રવધૂ જોઈ ગઈ ? પતિને કહેતાં મળ્યો શું નફફટ જવાબ ? ગુજરાતમાં 23 નવેમ્બરથી ખૂલશે સ્કૂલો પણ ચાર કઈ મોટી શરતોનું સ્કૂલોએ કરવું પડશે પાલન ? કોરોના વાયરસઃ WHOનું મોટું નિવેદન, કહ્યું- કેટલાક દેશો મહામારીના ડેન્જર ટ્રેક પર ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવી, જાણો કઈ તારીખ છે છેલ્લી
વધુ વાંચો





















