શોધખોળ કરો
Advertisement
IPL દરમિયાન ફાસ્ટ ફૂડ, દારૂ, તમાકુની એડ નહીં કરી શકે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર
દરેક ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ વાળા એકથી વધારે ખેલાડીને જાહેરાતમાં નહીં લી શકે.
નવી દિલ્હીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા નથી ઇચ્છતી કે આઈપીએલની આગામી સીજન દરમિયાન તેના ખેલાડી જુગાર, ફાસ્ટફૂડ, દારૂ અને તમાકુ બ્રાન્ડના પ્રચાર માટે એડ ન કરે. આઈપીએલની 14મી સીઝન એપ્રિલના બીજા સપ્તાહમાં શરૂ થશે જેમાં ગ્લેન મેક્સવેલ, ઝાય રિચર્ડસન સહિત અનેક ઓસ્ટ્રેલિયાન ક્રિકેટર ભાગ લેશે.
એક વેબસાઈટ અનુસાર આઈપીએલ ટીમોને હાલમાં જ મોકલવામાં આવેલ નિવેદનમાં બીસીસીઆઈએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ટાંકીને કહ્યું, ‘પૂરી ટીમની તસવીરનો ઉપયોગ સંબંધિત આઈપીએલ ટીમના સ્પોન્સર ભારતમાં પ્રિન્ટ મીડિયામાં પ્રચાર માટે કરી શકે છે. આવી કોઈપણ તસવીરનો ઉપયોગ દારૂ, ફાસ્ટ ફૂડ, ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ, તમાકુ અથવા જુગાર કે સટ્ટાબાજીના વ્યવસાય કરનારી કોઈપણ કંપની માટે નહીં કરે.’
ઉપરાંત સીએએ કહ્યું કે, બિગ બેશ લીગ ટીમ અથવા આંતરરાષ્ટ્રીય ટીમના એક ખેલાડીથી વધારેને એડ માટે લઈ નહીં શકાય. બોર્ડે ઈમેલમાં કહ્યું છે કે, ‘ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ફ્રેન્ચાઈઝી દ્વારા એડ અથવા પ્રચાર સામગ્રીમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.’
તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘દરેક ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ વાળા એકથી વધારે ખેલાડીને જાહેરાતમાં નહીં લી શકે. એક જ ઓસ્ટ્રેલિયાની ટીમના એકથી વધારે ખેલાડી જાહેરાતમાં નહીં હોય અને તેવી જ રીતે બિગ બેશ લીગના પણ એક જ ખેલાડી એડમાં રહી શકશે.’ ઓસ્ટ્રેલિયાના 19 ક્રિકેટર્સ આઈપીએલ 2021 રમશે જેમાં સ્ટીવ સ્મિથ, મેક્સવેલ, નાથ કૂલ્ટર નાઈલ, રિચર્ડસન, ડેવિડ વોર્નર અને મિશેલ માર્શ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement