શોધખોળ કરો
Advertisement
IPL 2021: હરાજીના એક દિવસ પહેલા જ મેક્સવેલે કાઢી રોન, કહ્યું- મારે.....
મેક્સવેલ માટે ગત સીઝન સારી નહોતી રહી. દુબઈમાં રમાયેલી સીઝનમાં તે ખાસ દેખાવ કરી શક્યો નહોતો.
IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગની 2021ની સીઝન માટે 18 ફેબ્રુઆરીએ હરાજી યોજાશે. જે ખેલાડીઓની હરાજી યોજાશે તેમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું પણ નામ છે. મેક્સવેલના વર્તમાન ફોર્મને જોતાં તેના પર મોટો દાવ લગાવવામાં આવી શકે છે. જોકે આ પહેલા મેક્સવેલે કઈ ટીમ સાથે રમવા માંગે છે તેનો ખુલાસો કર્યો હતો.
મેક્સવેલે કહ્યું, આઈપીએલમાં બેંગલુરુ સાથે જોડાવાનું પસંદ કરીશ. ડિવિલિયર્સ મારો આદર્શ છે અને હંમેશા તેના જેવી બેટિંગ કરવાની કોશિશ કરું છું. ડીવિલિયર્સ સાથે કામ કરવું સુખદ રહેશે. મારી કરિયરમાં તેણે હંમેશા મદદ કરી છે. કોહલીના નેતૃત્વમાં રમવું અને તેની સાથે બેટિંગ કરવી ગમશે. જો આમ થશે તો મને આનંદ થશે.
મેક્સવેલે હરાજી માટે તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા રાખી છે. મેક્સવેલ સિવાય ફક્ત 9 ખેલાડીઓ છે જેમણે તેમની બેસ પ્રાઇસ 2 કરોડ રાખી છે. આ વર્ષે હરાજીની પ્રક્રિયામાં 292 ખેલાડીઓ 61 સ્લોટ્સ સામે લડી રહ્યા છે.
મેક્સવેલ માટે ગત સીઝન સારી નહોતી રહી. દુબઈમાં રમાયેલી સીઝનમાં તે ખાસ દેખાવ કરી શક્યો નહોતો. ટીમ ઈન્ડિયાનો પૂર્વ બેટ્સમેન સેહવાગ પણ તેના પર ભડક્યો હતો.
Petrol Price: સતત નવમા દિવસે વધ્યો ભાવ, આ શહેરમાં પેટ્રોલના ભાવે ફટકારી સદી
રાશિફળ 17 ફેબ્રુઆરીઃ આજે ગ્રહોની ચાલ તમામ રાશિને કરશે પ્રભાવિત, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement