IPL 2021: દિલ્હી કેપિટલ્સ માટે મોટા રાહતના સમાચાર, કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા આ સ્ટાર બોલર ટીમ સાથે જોડાયો
દક્ષિણ આફ્રિકાનો બોલર નોર્ટજે ગત મંગળવારે મુંબઈ પહોંચ્યો હતો અને તેણે સાત દિવસનો ક્વોરન્ટાઈન પીરિયડ પણ પૂરો કરી લીધો હતો પરંતુ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવતા તેને ફરી ક્વોરન્ટાઈન થવું પડ્યું હતું. જેના કારણે દિલ્હી તરફથી ચેન્નઈ અને રાજસ્થાન વિરુદ્ધ મેચ રમી શક્યો નહોતો.
IPL 2021: રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ગુરુવારે રમાયેલી મેચમાં હાર બાદ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) માટે મોટા રાહતના સમાચારા આવ્યા છે. દિલ્હીનો ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજે (Anrich Nortje) ટીમ સાથે બાયો-બબલમાં સામેલ થઈ ગયો છે.
દક્ષિણ આફ્રિકાનો બોલર નોર્ટજે ગત મંગળવારે મુંબઈ પહોંચ્યો હતો અને તેણે સાત દિવસનો ક્વોરન્ટાઈન પીરિયડ પણ પૂરો કરી લીધો હતો પરંતુ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવતા તેને ફરી ક્વોરન્ટાઈન થવું પડ્યું હતું. જેના કારણે દિલ્હી તરફથી ચેન્નઈ અને રાજસ્થાન વિરુદ્ધ મેચ રમી શક્યો નહોતો.
દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) શુક્રવારે જણાવ્યું કે, ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજેનો સતત ત્રીજો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેના બાદ તે ટીમની સાથે બાયો બબલમાં જોડાઈ ગયો છે. દિલ્હીએ આ વાતની પુષ્ટી પણ કરી હતી કે, નોર્ટજેનો અગાઉનો કોરોના રિપોર્ટ ટેસ્ટ ખોટો આવ્યો હતો.
દિલ્હીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, “હવે અમારો સુપરસ્ટાર બોલર ક્વોરન્ટાઈનની બહાર છે. કોવિડ 19નો તેનો ખોટો ટેસ્ટ આવ્યા બાદ હવે ત્રણ વાર કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હવે તે અમારી સાથે બાયો બબલનો ભાગ છે. ”
ઉલ્લેખનીય છે કે, નોર્ટજે આઈપીએલ 2021માં ભાગ લેવા માટે પાકિસ્તાન વિરુદ્ધ વનડે સીરિઝ છોડીને આવ્યો હતો. આ દરમિયાન તેણે ત્રણ મેચની સીરિઝની પ્રથમ બે મેચ રમી હતી. તેના બાદ તે દક્ષિણ આફ્રિકાના અન્ય સાથી ખેલાડીઓ સાથે ભારત આવ્યો હતો.
ગુરુવારે રાજસ્થાન વિરુદ્ધ રમાયેલી મેચમાં દિલ્હીએ હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. 148 રનના લક્ષ્યાંકને રાજસ્થાન રોયલ્સે 19.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. રાજસ્થાન તરફથી અંતિમ બે ઓવરમાં ક્રિસ મોરિસે તોફાની બેટિંગ કરતા ટીમને જીત અપાવી હતી.