IPL 2021: પોલાર્ડ કે રોહિતે નહીં પણ આ ખેલાડીએ મારી સૌથી લાંબી સિક્સ ? જાણો કયા બોલરે ફેંક્યા સૌથી વધુ ડોટ બોલ
IPL 2021 Final: ચેન્નાઇ સુપર કિંગ્સે ચોથી વખત આઈપીએલ ટાઇટલ જીતતા ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 27 રનથી હરાવ્યું હતું.
IPL 2021 Final, CSK vs KKR: ધોનીની કેપ્ટનશશિપમાં સીએસકે વધુ એક વખત આઈપીએલ વિજેતા બન્યું હતું. ચેન્નાઇ સુપર કિંગ્સે ચોથી વખત આઈપીએલ ટાઇટલ જીતતા ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 27 રનથી હરાવ્યું હતું. જોગાનુજોગ ધોનીની કારકિર્દીની આ 300મી ટી-20ની મેચ કેપ્ટન તરીકેની હતી.
આઈપીએલમાં કોણે મારી સૌથી લાંબી સિક્સ
આઈપીએલમાં હિટરોની બોલબાલા રહેતી હોય છે અને મોટાભાગે તેઓ જ સૌથી લાંબા ગગનચુંબી છગ્ગા મારતા હોય છે. રોહિત શર્મા, પોલાર્ડ, આંદ્રે રસેલ અને ધોની જેવા ખેલાડીઓ આવા સિક્સ મારવા જાણીતા છે. પણ આ વખતે સીએસકેના ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે સૌથી લાંબી સિક્સ મારી હતી. તેણે 108 મીટરનો છગ્ગો માર્યો હતો. તે પછી પોલાર્ડ 105 મીટર અને ઈશાન કિશને 104 મીટરી સિક્સ મારી હતી.
પર્પલ કેપ અને ઓરેંજ કેપ
આઈપીએલ સીઝનમાંમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીને ઓરેંજ કેપ અને સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીને પર્પલ કેપ આપવામાં આવે છે. સીએસકેના ઓપનર ઋતુરાજ ગાયકવાડે 635 રન બનાવ્યા હતા અને ઓરેંજ કેપ હોલ્ડર બન્યો હતો. જ્યારે કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ગુજરાતી બોલર હર્ષલ પટેલે આ વખતે સીઝનમાં 32 વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો હતો. તે પર્પલ કેપ હોલ્ડર બન્યો હતો.
Presenting the Orange Cap and Purple Cap winners of the #VIVOIPL 2021. 👍 👍
— IndianPremierLeague (@IPL) October 15, 2021
Congratulations to @Ruutu1331 and @HarshalPatel23 👏 👏 pic.twitter.com/9qQ8jWxtub
સૌથી વધુ સિક્સ-ફોર મારી
આઈપીએલ 2021માં સૌથી વધુ સિક્સ પંજાબ કિંગ્સ ઈલેવનના કેપ્ટન અને બેટ્સમેન કેએલ રાહુલે મારી હતી. તેણે 13 મેચમાં 30 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે બીજા ક્રમે રહેલા ફાફ ડુપ્લેસી અને ઋતુરાજ ગાયકવાડે 23-23 છગ્ગા માર્યા હતા. ઓરેંજ કેપ હોલ્ડર ઋતુરાજ ગાયકવાડે સીઝનમાં સૌથી વધુ ફોર મારી હતી. તેણે 16 મેચમાં 64 ચોગ્ગા માર્યા હતા. જ્યારે બીજા ક્રમે રહેલા દિલ્હી કેપિટલ્સના શિખર ધવને 63 ચોગ્ગા માર્યા હતા.
બુમરાહ-હર્ષલે નહીં ખેલાડીએ નાંખ્યા સૌથી વધુ ડોટ બોલ
આઈપીએલ 2021માં સૌથી વધુ ડોટ બોલ હર્ષલ પટેલ કે બુમરાહે નથી નાંખ્યા. દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર અવેશ ખાને 16 મેચમાં 156 ડોટ બોલ નાંખ્યા હતા. જે પછી વરુણ ચક્રવર્તીએ 17 મેચમાં 149, મોહમ્મદ સિરાજે 147 અને મોહમ્મદ શમીએ 145 ડોટ બોલ નાંખ્યા હતા.