PBKS vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ રોમાંચક મુકાબલામાં પંજાબને 6 રનથી હરાવ્યું
IPL 2021, PBKS vs RCB: IPL 2021માં આજની પ્રથમ મેચ વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને કેએલ રાહુલ (KL Rahul) ની પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે રમાઈ રહી છે.
IPL 2021, PBKS vs RCB: IPL 2021 માં આજની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો હતો. RCB એ મેચનો ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરએ રોમાંચક મુકાબલામાં પંજાબને 6 રને હાર આપી છે.
પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં સાત વિકેટના નુકસાને 164 રન બનાવ્યા હતા.પંજાબે શાનદાર શરૂઆત કરી છે. પંજાબના કેએલ રાહુલ અને મયંક અગ્રવાલની ઓપનિંગ જોડીએ ટીમને મજબૂત શરૂઆત આપી હતી. પંજાબે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 158 રન બનાવ્યા હતા.
બેંગ્લુરુએ પ્રથમ બેટિંગ કરતા 164 રન બનાવ્યા છે. પંજાબ કિંગ્સને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો છે. આરસીબીની ટીમે 20 ઓવરમાં આ સ્કોર સાત વિકેટના નુકસાને બનાવ્યો હતો. આરસીબી તરફથી મેક્સવેલે 57 રન અને દેવદત્ત પડિક્કલે 47 રન બનાવ્યા હતા.
આઈપીએલ 2021 માં આજે રમાઈ રહેલી મેચ પહેલા, આરસીબીએ 11 મેચ રમી છે અને 7 જીત સાથે 14 અંક મેળવ્યા છે. અત્યારે વિરાટ કોહલીની આ ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. IPL 2021 માં આજે રમાઈ રહેલી મેચ પહેલા, PBKS એ 12 મેચ રમી છે અને 5 જીત સાથે 10 પોઈન્ટ મેળવ્યા છે. અત્યારે કેએલ રાહુલની આ ટીમ પોઈન્ટ ટેબલમાં 5 માં નંબરે છે.
પોઇન્ટ ટેબલની અત્યારની સ્થિતિ જોવા જઈએ તો ચેન્નઈ, દિલ્હી અને બેંગ્લોરનું પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત છે. વળી અંતિમ ચારની રેસમાં પંજાબ સહિત કોલકાતા, મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન પણ સામેલ છે.
બંને ટીમની પ્લેઇંગ-11
- પંજાબ કિંગ્સ : કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, એડન મારક્રમ, ઓનરિકેઝ, સરફરાઝ, શાહરુખ ખાન, હરપ્રીત બ્રાર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ: વિરાટ કોહલી, દેવદત્ત પડ્ડિકલ, કે.એસ.ભરત, ગ્લેન મેક્સવેલ, એબી ડિવિલિયર્સ, શાહબાઝ અહેમદ, ડેનિયલ ક્રિસ્ચિયન, જ્યોર્જ ગાર્ટન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ